Rajkot News/ સૌરાષ્ટ્ર યુનિ.માં બોય્સ હોસ્ટેલના વિદ્યાર્થીઓએ પાણીને લઈ ‘પાણી’ બતાવ્યું

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બોય્સ હોસ્ટેલમાં છેલ્લા એક અઠવાડિયાથી પાણી ન આવતા વિદ્યાર્થીઓ માટે પાણીનો પ્રશ્ન સર્જાયો છે. તેમા પણ છેલ્લા બે દિવસથી તો વપરાશમાં લેવાતું પાણી પણ આવતું નથી તેના કારણે વિદ્યાર્થીઓ વીફર્યા હતા.

Gujarat Rajkot Breaking News
Beginners guide to 66 1 સૌરાષ્ટ્ર યુનિ.માં બોય્સ હોસ્ટેલના વિદ્યાર્થીઓએ પાણીને લઈ ‘પાણી’ બતાવ્યું

Rajkot News: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બોય્સ હોસ્ટેલમાં છેલ્લા એક અઠવાડિયાથી પાણી ન આવતા વિદ્યાર્થીઓ માટે પાણીનો પ્રશ્ન સર્જાયો છે. તેમા પણ છેલ્લા બે દિવસથી તો વપરાશમાં લેવાતું પાણી પણ આવતું નથી તેના કારણે વિદ્યાર્થીઓ વીફર્યા હતા આના પગલે ગુરુવારે રાત્રે ABVPના કાર્યકરો વિદ્યાર્થીઓને સાથે રાખી ડોલ લઈને કુલપતિ નિવાસસ્થાને પહોંચ્યા હતા અને કુલપતિ વિદ્યાર્થીઓની સમસ્યા સાંભળી તેનો નિકાલ લાવે તેવી ઉગ્ર માગ સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. VC બંગલાની સામે ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યું હતુ.

ABVPના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અધ્યક્ષ ધરમ સોઢિયાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવેલી અર્ન વાઇલ લર્ન હોસ્ટેલમાં હાલ 40 જેટલા વિદ્યાર્થીઓ રહે છે. તેમને છેલ્લા એક અઠવાડિયાથી પીવાનું પાણી આવતું નથી. આ ઉપરાંત અન્ય ઉપયોગમાં લેવાનું પાણી પણ બે દિવસથી બંધ છે. પાણીનો પ્રશ્ન દૂર કરવા માટે વિદ્યાર્થીઓ દ્વારા ફરિયાદ કરવામાં આવતા ટૂંક સમયમાં તેનો નિકાલ આવી જશે તેવી હૈયા ધારણા આપવામાં આવતી હતી. આમ છતાં પણ પાણીનો પ્રશ્ન દૂર ન થતા ગુરુવારે રાત્રે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ વિદ્યાર્થીઓની સાથે રાખી કુલપતિ નિવાસસ્થાને પહોંચ્યા હતા.

ઇન્ચાર્જ કુલપતિ ડો. કમલ ડોડિયા અને ઇન્ચાર્જ કુલસચિવ ડો. રમેશ પરમાર ત્યાં આવી વિદ્યાર્થીઓની સમસ્યા સાંભળે અને તેનો સત્વરે નિકાલ લાવવા માટે પ્રયત્ન કરે તેવો વિદ્યાર્થીઓ દ્વારા આગ્રહ રાખવામાં આવ્યો હતો. જો કે, તે સમયે ત્યાં હાજર સિક્યોરિટી ઇન્ચાર્જ પાસે કુલપતિ કે કુલસચિવનો મોબાઈલ નંબર જ ન હોવાનું સામે આવતા વિદ્યાર્થી પરિષદ રોષે ભરાઇ હતી અને ભારત માતા કી જયના નારા સાથે કુલપતિ નિવાસસ્થાનની સામે ધરણાં કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેને લીધે હોબાળો મચી ગયો હતો. હોબાળા બાદ ટેમ્પરરી પાણીની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: કોલકાતાના રેપની ગુજરાતમાં અસર, ડોક્ટરો કરશે 24 કલાકની હડતાળ

આ પણ વાંચો: વડોદરામાં સૌપ્રથમ સફળ મૂત્રપિંડ ટ્રાન્સપ્લાન્ટ, મહિલા દર્દીનો ડાયાલિસિસથી છૂટકારો

આ પણ વાંચો: વડોદરા મ્યુનિ.એ સ્વચ્છતા માટે ઇન્દોરના કન્સલ્ટન્ટને સાધ્યો