Not Set/ મેઘાલયના રાજ્યપાલે ફરી એકવાર વિવાદો મધપૂડો છેડ્યો

ખેડૂત આંદોલનને વ્યાજબી ઠરાવતા વિધાનો કરનાર મહામાહિમ સત્યપાલ મલિકે જમ્મુ-કાશ્મીરમાં મહેબુબા શાસન વખતની રૂા. ૩૦૦ કરોડની લાંચવાળી ફાઈલની વાત કરતાં તેઓ ફરી ચર્ચામાં

India Trending
મેઘાલયના રાજ્યપાલે ફરી એકવાર વિવાદો મધપૂડો છેડ્યો

રાજ્યપાલો તેમની ભૂમિકા અને વલણ એ છેલ્લા થોડા સમયમાં ચર્ચાનો વિષય બન્યો છે. આમ તો રાજ્યોમાં રાજ્યપાલનો હોદ્દો બંધારણીય છે અને તેમની નિમણૂક કેન્દ્ર સરકારની ભલામણથી રાષ્ટ્રપતિ કરે છે. રાજ્યપાલોને એક રાજ્યમાંથી બીજા રાજ્યોમાં મોકલવા માટે પણ આ જ રીતે નિર્ણયો લેવાય છે. આઝાદી પછીના પ્રારંભિક ૫૦ વર્ષ દરમિયાન રાજ્યપાલ પદે ગરિમા જાળવી શકે તેવા મહાનુભાવોને બેસાડવામાં આવતા હતા. ત્યારબાદ આ પ્રક્રિયા બદલાઈ અને કેન્દ્રના કહ્યામાં રહે તેવા રાજ્યપાલો ને રાજ્યના આ બંધારણીય વડાની ખૂરશી પર બેસાડવાનો યુગ શરૂ થયો. તેનું પરિણામ એ આવ્યું કે કેન્દ્રમાં જે સરકાર સત્તા પર હોય તે પક્ષની સાથે કે તેની વિચારધારા સાથે સંકળાયેલા રાજ્યપાલ હોય. મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રી કે અન્ય હોદ્દા પર રહી ચૂકેલા મહાનુભાવોને આ હોદ્દો સંભાળવાની પ્રથા જાણકારો કહે છે તે પ્રમાણે ૧૯૭૫ બાદ શરૂ થઈ અને ૧૯૭૭માં પ્રથમવાર દેશમાં બીનકોંગ્રેસી શાસન આવ્યા બાદ વેગીલી બની હતી. અત્યારે પણ મોટાભાગના રાજ્યપાલો (લગભગ તમામ) સત્તાધારી પક્ષ સાથે સંકળાયેલા છે. તેમાં અમૂક રાજ્યપાલો તો એક યા બીજા રાજયોમાં મુખ્યમંત્રી પદે રહી ચૂકેલા અથવા સિનિયર સિટિઝનની વ્યાખ્યા કરતાં પણ આગળ નીકળી ચૂકેલા આગેવાનો હોય છે.


છેલ્લા ત્રણ વર્ષથી બે રાજ્યપાલો પોતાના રાજ્યની સરકારો સામે હંમેશાં રહેતા આવ્યા છે. તેમાં પશ્ચિમ બંગાળના રાજ્યપાલ ધનખડ અને મહારાષ્ટ્રના રાજ્યપાલ કોશિયારીનું નામ મોખરે છે. આ મહાનુભાવો હંમેશા રાજ્ય સરકારના નિર્ણયોને સ્થગિત કરે છે. ત્યાં સુધી તો વાંધો નથી પરંતુ આ નિર્ણયને અવારનવાર બ્રેક પણ મારે છે. ધનખડ તો પત્રકાર પરિષદ યોજી બંગાળની મમતા બેનરજીની સરકાર પર પ્રહારો પણ કરે છે. સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ ટીએમસીના કાર્યકરો હોવાનો આક્ષેપ પણ કરી નાખે છે. આમા તેમને કોઈ વાર લાગતી નથી કે સમય પણ લાગતો નથી. આ એક વાસ્તવિકતા છે. જ્યારે ટીએમસીના આગેવાનો રાજ્યપાલ ભવનને ભાજપનું કાર્યાલય ગણાવતા આક્ષેપો કરે છે. જ્યારે કોશીયારીએ રાજ્ય સરકારના ત્રણ નિર્ણયો કોઈપણ જાતના કારણો આપ્યા વગરઅટકાવ્યા છે અને તેઓ નાની-નાની બાબતો અંગે મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેને પત્ર લખીને વિવિધ વિગતો અંગે સ્પષ્ટતાઓ માગે છે. ટૂંકમાં આ બન્ને રાજ્યપાલો ત્યાંની બીનભાજપી સરકારની સામે છે.

મેઘાલયના રાજ્યપાલે ફરી એકવાર વિવાદો મધપૂડો છેડ્યો
જ્યારે મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિકે વિવાદમાં આવે છે પરંતુ જુદી રીતે વિવાદ ઉભો કરે છે. તેમણે ઓછામાં ઓછા બે વખત ખેડૂત આંદોલન બાબતમાં વિવાદો કર્યા છે અથવા તો આડકતરી રીતે ખેડૂત આંદોલનને ટેકો આપ્યો છે. ખેડૂત આંદોલન અને તેમાંય હરિયાણા, ઉત્તરપ્રદેશ અને દિલ્હીની સરહદે ખેડૂત છાવણીએ લાઠીચાર્જ વગેરે થયું ત્યારે પણ તેમણે ખૂલ્લો વિરોધ કર્યો હતો અને આ બાબત યોગ્ય નથી તેમ કહ્યું હતું. આ રાજ્યપાલ નોખી માટીના નીકળ્યા. તેમણે કેન્દ્ર સરકાર સામે બેથી વધુ વખત અવાજ ઉઠાવ્યો છતાં કેન્દ્ર સરકારે તેમની સામે કોઈ પગલાં ભર્યા નથી. નથી તેમની અન્ય રાજ્યમાં બદલી કરી કે નથી બીજું કોઈ પગલું ભર્યું. આ અંગે રાજકીય પંડિતો એવું કહે છે કે ખેડૂતોને ટેકો આપતા વિધાનોને મુદ્દો બનાવીને જાે કેન્દ્ર સરકાર સત્યપાલ મલિક સામે પગલા ભરે તો સરકાર આરોપીના પીંજરામાં ગોઠવાઈ જાય તેમ છે. તેથી પગલાં ભર્યા નથી.

ડ્રગ્સ કેસ / ડ્રગ્સ કેસની તપાસ કરતા NCB ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે કેવી રીતે ફસાઈ ગયા?

હવે પાચેક દિવસ પહેલા રાજસ્થાનમાં યોજાયેલા એક સમાહોરમાં એવું કહ્યું કે જ્યારે હું કાશ્મીરનો રાજ્યપાલ હતો ત્યારે બે ફાઈલો મારી પાસે આવી હતી. આ બન્ને ફાઈલો અંગે અધિકારીગણે એવો અભિપ્રાય આપ્યો હતો કે આ ફાઈલો ગોટાળાવાળી છે. તેથી મેં બન્ને ડીલ કેન્સલ કરી હતી. તે વખતે સચિવોએ ધ્યાન દોર્યું કે આ બન્ને ડીલમાં ઉદ્યોગપતિ અને તે વખતની મહેબુબા મુફ્તીના પ્રધાનમંડળના પરિવારના એક સભ્ય સામેલ છે અને રાજ્ય સરકારે મંજુર કરેલી મનાતી આ ફાઈલ મંજુર કરવા માટે ૧૫૦-૧૫૦ કરોડ એટલે કુલ ૩૦૦ કરોડની ઓફર અને સાથે દબાણ કર્યુ હતું. મેં આ અંગે વડાપ્રધાનનો સંપર્ક સાધી પી.એમ.ઓ. કાર્યાલયમાં રૂબરૂ જઈ બધી વાત સમજાવી હતી અને સાથોસાથ એવું સાફ શબ્દોમાં કહી દીધું હતું કે મને અન્ય રાજ્યોમાં ફેરવો બાકી હું આ બન્ને વિવાદી ડીલવાળી ફાઈલમાં ક્યારે પણ સહી નહિ કરૂ. જાે કે મલિક પોતે કહે છે તે પ્રમાણે પીએમઓ કાર્યાલય દ્વારા એવી સ્પષ્ટ સલાહ અપાઈ હતી કે ભ્રષ્ચાર થવા નહિ દેવાનો, ભ્રષ્ટાચાર મામલે કોઈ સમાધાન નહિ. આનો સીધો સાદો અર્થ થાય કે ભાજપની ભાગીદારીવાળી મહેબુબા સરકારે આતંકવાદ અને અલગતાવાદને પ્રોત્સાહન આપ્યું જ છે. પણ તેની સાથોસાથ ભ્રષ્ટાચાર પણ કર્યો જ છે. આ વિચાર માગતો મુદ્દો કહી શખાય. જાે કે મલિકની અમુક સમય બાદ મેઘાલયમાં બદલી કરાઈ હતી. કારણ કે ૨૦૧૮માં મહેબુબા સરકારની વિદાય થઈ અને જમ્મુ-કાશ્મીરમાં ૩૭૦ની કલમ નાબૂદ થઈ. અને જમ્મુ-કાશ્મીરનું વિભાજન કરી કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવતા ત્યાં રાજ્યપાલના બદલે ઉપરાજ્યપાલનો હોદ્દો આવી ગયો.

સત્પયાલ મલિકના ખેડૂત આંદોલન અંગેના વિધાનો જે તે વખતે ચર્ચાનો મુદ્દો બન્યા હતા તેવી જ રીતે આ વિધાનો પણ ચર્ચાનો વિષય બન્યા છે. આ અંગે વિભિન્ન મત છે. ઘણા એવું કહે છે કે તેઓ નવી રાજકીય ઈનિંગ શરૂ કરવા માગે છે તો કેટલાક એવું કહેવાવાળા પણ છે કે તેઓ કોઈપણ ભોગે ચર્ચામાં રહેવા માગે છે. જ્યારે મોટાભાગના રાજ્યપાલો કેન્દ્ર તરફી વલણ અપનાવે છે અથવા તો કેન્દ્રના સત્તાધારી પક્ષની ઈચ્છા પ્રમાણે વર્તન કરે છે તેવે સમયે આ રાજ્યપાલ નોખી માટીના નીકળ્યા જેમણે કેન્દ્ર સરકાર સામે જરૂર પડે બાયોં ચડાવી છે. આ કોઈ જેવી તેવી વાત તો હરગીઝ નથી. તેમનું આ વિધાન ચર્ચાનો મુદ્દો તો અવશ્ય બન્યું છે તે વાત તો નોંધવી જ પડે તેમ છે.
આના કારણે વિરોધપક્ષને પણ એક મુદ્દો મળ્યો છે તેવું દાવા સાથે કહી શકાય તેમ છે. આ વાત પણ નોંધ્યા વગર ચાલે તેમ નથી. આ પણ એક મહત્વનો સવાલ છે તે કોઈ સંજાેગોમાં ન ભૂલાવું જાેઈએ.

Technology / સુપરસ્ટાર રજનીકાંતે લોન્ચ કરી સોશિયલ મીડિયા એપ Hoote, જાણો તેના વિશે

Ekonk / ભારતની સૌથી ઝડપી ઇલેક્ટ્રિક હાઇપરકાર આવી રહી છે બજારમાં, 309 kmph ટોપ સ્પીડ

Auto / ટાટા ટિગોર EV દેશની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર, એક જ ચાર્જમાં 300Km થી વધુની ડ્રાઇવિંગ રેન્જ આપે છે