Bollywood/ જાણો, કેમ પોલીસે કરી સની લિયોનીની પૂછપરછ

આર શિયસે ફરિયાદ નોંધાવી હતી કે સની લિયોનીએ બે કાર્યક્રમોમાં ભાગ લેવા 29 લાખ રૂપિયાનો કોન્ટ્રાક્ટ કર્યો હતો, જ્યારે સની લિયોની વતી એક વ્યક્તિએ કહ્યું હતું કે આ રકમ 12 લાખ રૂપિયા છે, જે પરત અપાશે.

Entertainment

કેરળ પોલીસે શુક્રવારે સાંજે અભિનેત્રી સની લિયોની સાથે એક કેસ અંગે પૂછપરછ કરી હતી. સની લિયોની પર આરોપ છે કે તેણે કોચ્ચિમાં બે કાર્યક્રમોમાં ભાગ લેવા 29 લાખ રૂપિયા લીધા હતા, પરંતુ તે કાર્યક્રમમાં હાજરી આપી ન હતી. જો કે, આ કેસમાં સની લિયોનીએ પોલીસ સમક્ષ પોતાનો પક્ષ મૂક્યો છે.

આર શિયસે ફરિયાદ નોંધાવી હતી કે સની લિયોનીએ બે કાર્યક્રમોમાં ભાગ લેવા 29 લાખ રૂપિયાનો કોન્ટ્રાક્ટ કર્યો હતો, જ્યારે સની લિયોની વતી એક વ્યક્તિએ કહ્યું હતું કે આ રકમ 12 લાખ રૂપિયા છે, જે પરત અપાશે.

https://www.instagram.com/p/CKnlk0BDgvu/?utm_source=ig_web_copy_link

સની લિયોની આ દિવસોમાં કેરળમાં વેકેશનની મજા લઇ રહી છે. તેના વતી, કેરળ પોલીસની ક્રાઈમ બ્રાંચને જણાવવામાં આવ્યું હતું કે તે કોરોના મહામારીને પગલે કાર્યક્રમમાં સામેલ થઇ નથી. સની લિયોની દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ કાર્યક્રમ પાંચ વખત મુલતવી રાખવામાં આવ્યો છે અને તેના માટે આયોજક જવાબદાર છે.

સની લિયોનીના વર્ક ફ્રંટની વાત કરવામાં આવે તો, તે છેલ્લે દેવાંગ ઢોલકિયા દ્વારા નિર્દેશિત વેબસીરીઝ બુલેટમાં જોવા મળી હતી. આ શ્રેણીમાં કરિશ્મા તન્ના પણ તેમની સાથે મુખ્ય ભૂમિકામાં હતી. જો કે, એમએક્સ પ્લેયર પર રીલિઝ થયેલી આ શ્રેણીને વધારે પ્રતિસાદ મળ્યો નથી. હવે સની લિયોની વેબ સિરીઝ અનામિકામાં જોવા મળશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ