Surat Municipal Corporation/ વિન્ડ પાવર એનર્જી મેળવવામાં સુરત શહેર મોખરે, મનપાએ કરી અધધધ… કરોડની કમાણી

પવનચક્કીથી ઉર્જા મેળવનાર સુરત મનપા (SMC) દેશભરમાં પ્રથમ રહ્યું છે. એસએમસીએ અડોદર ખાતે 2010માં રૂપિયા 18.44 કરોડ ખર્ચે 3 મેગાવોટનો…………….

Top Stories Gujarat Surat
Image 2024 07 04T124456.284 વિન્ડ પાવર એનર્જી મેળવવામાં સુરત શહેર મોખરે, મનપાએ કરી અધધધ... કરોડની કમાણી

Surat News: રિન્યુએબલ એનર્જી અને ખાસ કરીને વિન્ડ પાવર એનર્જી મેળવવામાં સુરત શહેર મોખરે રહ્યું છે. સુરત મનપાને 440 કરોડનો વીજબિલમાં ફાયદો થયો છે. કોલસાનો ઉપયોગ ઓછો કરી શકાય તે હેતુથી આ પ્રોજેક્ટ કરવામાં આવ્યો છે જેનાથી સુરત મનપાને કરોડો રૂપિયાનો લાભ થાય છે. જુલાઈ 2024 સુધીમાં સુરત મનપાએ 440 કરોડ રૂપિયાની બચત કરી છે. છ વિન્ડ પ્રોજેક્ટ માટે પાલિકાએ 258 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા, જેની સામે બમણો લાભ થયો છે.

પવનચક્કીથી ઉર્જા મેળવનાર સુરત મનપા (SMC) દેશભરમાં પ્રથમ રહ્યું છે. એસએમસીએ અડોદર ખાતે 2010માં રૂપિયા 18.44 કરોડ ખર્ચે 3 મેગાવોટનો પાઈલોટ પ્રોજેક્ટ નાખ્યો હતો. તેનાથી સુરત મહાનગરપાલિકાને રૂ. 50.30 કરોડનો ફાયદો થયો છે. આ પ્રોજેક્ટની ભવ્ય સફળતા બાદ વર્ષ 2013માં જામનગર ખાતે 8.40 મેગાવોટનો પ્રોજેક્ટ નાખ્યો હતો, જેની પાછળ રૂપિયા 43.93 કરોડનો ખર્ચ થયો હતો. આ પ્રોજેક્ટથી પાલિકાને જુલાઈ 2024 સુધીમાં 90.83 કરોડનો ફાયદો થયો છે.

Surat Municipal Corp Issues Tender For 6.3 MW Wind Project In Gujarat

પોરબંદર ખાતે ત્રીજો પ્રોજેકટ સ્થાપવામાં આવ્યો હતો. 2014માં રૂપિયા 41.52 કરોડના ખર્ચે 6.30 મેગાવોટનો પવનચક્કી પ્રોજેક્ટ સ્થાપ્યો હતો. રૂપિયા 46.80 કરોડનો ફાયદો મહાનગરપાલિકાને જુલાઈ 2024 સુધીમાં થયો છે. ચોથો પ્રોજેક્ટ કચ્છના નખત્રાણા ખાતે સ્થપાયો હતો. આ પ્રોજેક્ટ પાછળ મનપાએ સૌથી વધુ 90.60 કરોડનો ખર્ચ કર્યો હતો. અહીંથી મનપાએ સૌથી વધુ 12.60 મેગાવોટ વીજળીનું ઉત્પાદન શરુ કર્યું હતું. જુલાઈ 2024 સુધીમાં આ પ્રોજેક્ટ થકી 60.90 કરોડનો ચોખ્ખો નફો થયો છે. 2.1 મેગાવોટ ક્ષમતાના આ પ્લાન્ટમાં દર વર્ષે 54.49 લાખ કિલોવોટ યુનિટ વીજળી ઉતપન્ન થાય છે. હવે સુરત મહાનગરપાલિકા સાતમો વિન્ડ પ્રોજેક્ટ મોરબી ખાતે સ્થાપિત કરવા જઈ રહી છે.

સુરત મનપા વિન્ડ પાવરનો નવો પ્રોજેક્ટ 6.3 મેગા વોટ કેપેસિટીનો મોરબીમાં સ્થાપશે, જેની 56 કરોડ રૂપિયા પ્રોજેક્ટ કોસ્ટ છે. તેમાંથી 18.78 ગીગા વોટ પ્રતિ કલાક જે પવનચક્કી ફરતી એટલું પાવર જનરેટ કરે છે. જેના કારણે મનપાને વાર્ષિક 10.50 કરોડની આવક થશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદમાં રાજપથ રોડ પરના કેફેના ફૂડમાંથી નીકળી જીવાત

આ પણ વાંચો: ગુજરાત સરકારનો આદેશ, તમામ સરકારી કર્મીઓએ સંપત્તિ જાહેર કરવી પડશે

આ પણ વાંચો: Gujarat Rain Live 4 July: માંગરોળ ઘેડ પંથકની મુલાકાતે મંતવ્ય ન્યુઝ