Surat/ કોરોના મહામારીને લીધે આ વખતે સુરતમાં નહીં થાય રાવણ દહન

સુરત શહેરમાં આ વખતે રાવણ દહન નહીં થાય. કોરોનાની ગાઈફ લાઈનનું પાલન કરવા માટે સુરત મહાનગ પાલિકા દ્વારા દશેરા ના દિવસે રાવાહ દહન નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Top Stories Gujarat Surat

@સંજય મહંત, મંતવ્ય ન્યૂઝ – સુરત 

સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોનાએ કાળો કહેર વરસાવ્યો છે. હજી પણ રાજ્યમાં કોરોના સંક્રમણ ઘટવાનું નામ નથી લઇ રહ્યું. આવામાં નવરાત્રિ-દિવાળી અને દશેરા સહિતનાં તહેવારોની ઉજવણીને લઇને રાજ્ય સરકારે પ્રતિબંધ લગાવી દીધો છે. ત્યારે આ વખતે ઇતિહાસમાં પ્રથમ વખત એવું બનશે કે જ્યારે દશેરાના દિવસે રાવણ દહન નહીં થાય. કેમ કે આ વર્ષે રાવણ દહન પર પણ સરકારે પ્રતિબંધ લગાવ્યો છે. જેથી પ્રથમ વાર માયાવી કોરોનાને કારણે રાવણ આ વર્ષે જીવતો રહેશે.

સુરત શહેરમાં આ વખતે રાવણ દહન નહીં થાય. કોરોનાની ગાઈફ લાઈનનું પાલન કરવા માટે સુરત મહાનગ પાલિકા દ્વારા દશેરા ના દિવસે રાવાહ દહન નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે આદર્શ રામલીલા કમિટીના મહામંત્રી અનિલ અગ્રવાલે જણાવ્યું હતું કે એક તરફ કારીગરોની અછત છે. કરણ કે લોકડાઉન દરમ્યાન વતન ચાલ્યા ગયેલા કારીગરો પરત આવ્યા નથી. દશેરાના દિવસે રાવણનું પૂતળું દહન થાય તે માટે ઉત્તર પ્રદેશના કાશી વિસ્તારમાંથી કારીગરો પૂતળું બનાવવા માટે સુરત આવતા હોય છે.

આ વર્ષે કોરોનાને લીધે વાહન વ્યહવાર બંધ હોવાને લીધે તેઓ આવી શક્યા નથી. તેથી રાવણનું પૂતળું જ બની શક્યું નથી. બીજી તરફ સરકાર ધવારા પણ કોરોનાની નવી ગાઈડ લાઈન મુજબ તમામ નિયમોનું પાલન કરવું ફરજીયાત છે. રાવણ દહન વખતે મોટી સંખ્યામાં લોકો એકત્ર થતા હોવાથી સોશ્યલ ડિસ્ટન્સ નું પાલન કરવું અશક્ય છે. કોરોનાને વધતો અટકાવવા માટે રાવણ દાહનનો કાર્યક્રમ આ વખતે નહીં યોજવું જ હિતાવહ છે.