સાઢુંભાઈ સાથે આડા સંબંધની શંકાએ નિંદ્રાધીન પત્નીને કુહાડીનો ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારતો પતિ, હત્યાને અંજામ આપી ઘટનાસ્થળેથી હત્યારો પતિ ફરાર. પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી અને ફરાર આરોપીને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા.
સમગ્ર બનાવની જાણકારી મુજબ ગોધરા તાલુકાના ટીંબા ગામની 35 વર્ષીય લલિતાબેનના લગ્ન શહેરા તાલુકાના અણિયાદ ગામના બિલિયા ફળિયામાં રહેતા રયજીભાઈ નવલાભાઈ નાયક સાથે સમાજના રીતરિવાજ મુજબ થયા હતા અને લગ્નજીવન દરમિયાન 3 સંતાનો થયા હતા પરંતુ પતિ રયજીભાઈ નવલાભાઈ નાયક તેઓની પત્ની લલિતાબેનના ચારિત્ર્યને લઈ અવારનવાર લલિતાબેનની મારઝૂડ કરતા આથી તે પોતાના પિયર ગોધરા તાલુકાના ટીંબા ગામે જતા રહેતા 1 માસ અગાઉ પણ મૃતક લલિતાના પતિ રયજીએ ટીમ્બા જઈ લલિતા અને તેની માતા સાથે ઝઘડો તકરાર કરી હતી અને મારઝૂડ કરતા લલિતાબેન શહેરા તાલુકાના મોરવા (રેણા) વાલ્મિકી ફળિયામાં રહેતા તેઓના બનેવી ચીમનભાઈ ઉર્ફે ચેમો ચંદુભાઈ નાયકને ત્યાં રહેવા આવી ગયા હતા.
આ તરફ હત્યારો આરોપી રયજીએ મનોમન તેની પત્ની લલિતાને યમસદન પહોંચાડવાનું નક્કી કર્યું હોય એમ સુનિયોજિત કાવતરાના ભાગરૂપે બનાવના 3 દિવસ અગાઉ જ તેના સાઢું ભાઈ ચીમનભાઈ ને ત્યાં મોરવા ( રેણા ) ખાતે મજૂરી કામાર્થે આવી પહોંચ્યો હતો. જો કે બંને પતિ-પત્ની રયજીભાઈ અને લલિતા કોઈ પણ પ્રકારનો સંવાદ કરવાનું ટાળી અલગ બેસતાં, 3જી જુલાઈની રાત્રીના રોજ ફરિયાદી ચીમનભાઈ અને તેમનું પરિવાર રાત્રીનું વાળું પતાવી સુઈ જવા માટે જતા ચીમનભાઈ બકરા બાંધવાના ઝૂંપડામાં તો પરિવારના અન્ય સદસ્યો ધાબા ઉપર જ્યારે હત્યારો રયજી અને તેની પત્ની લલિતા ઘરની અંદર સુઈ ગયા હતા. જ્યાં 12 વાગ્યાના અરસામાં ફરિયાદીનો પુત્ર નામે કિરણ પાણી પીવા માટે ઉઠતા. તેણે જોયું કે કાંઈક અજુગતું બનવા પામ્યું છે એને જોયું કે તેની માસી લલિતાબેનનું ગળું કપાયેલું હોવાનું અને શરીર નિસ્તેજ લાગતા તેના પિતાને ઝગાડી હકીકતથી વાકેફ કરતા ઓરડાની અંદર આવી જોતા લલિતાબેનનો મૃતદેહ પડ્યો હતો અને ગળું કપાયેલું હતું અને આરોપી રયજી ક્યાંયે દેખાતો નહતો અને મૃતદેહની બાજુમાં કુહાડી પડેલી હતી.
આથી શહેરા પોલીસને બનાવની જાણ કરવામાં આવતા શહેરા પી.આઈ પ્રવીણ જુડાલ અને પોલીસગણ બનાવવાળી જગ્યાએ પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતદેહને શહેરા સરકારી દવાખાને મોકલતા પહેલા એફ.એસ.એલ અને ફિંગરપ્રિન્ટ નિષ્ણાતોની મદદ લેવામાં હતી. શહેરા પોલીસે હત્યાના આરોપી રયજી નવલાભાઈ નાયકની ભાળ મેળવવા માટે અલગ-અલગ ટીમો બનાવી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.

