પાકિસ્તાન ક્રિકેટ ટીમનાં પૂર્વ કેપ્ટન ઈન્ઝમામ-ઉલ-હકે આઈપીએલ અને ટી-20 વર્લ્ડ કપને લઇને જોરદાર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે, આઈપીએલની જગ્યાએ ટી-20 વર્લ્ડ કપને મહત્વ મળવુ જોઇએ. ઈન્ઝમામ-ઉલ-હકે કહ્યું કે, જો ટી-20 વર્લ્ડ કપ ન યોજાય અને આઈપીએલ યોજાય તો ચોક્કસપણે સવાલો ઉભા થશે.
ઈન્ઝમામ-ઉલ-હકે પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યું કે, ખાનગી ટી-20 લીગને એટલું મહત્વ ન આપવું જોઈએ. આંતરરાષ્ટ્રીય મેચો પ્રથમ યોજાવી જોઈએ. તેમણે કહ્યું કે, જો આઈપીએલનું આયોજન થઈ શકે, તો પછી ટી-20 વર્લ્ડ કપ કેમ ન થઈ શકે. એવા અહેવાલો છે કે, ટી-20 વર્લ્ડ કપની તારીખો આઈપીએલ સાથે ટકરાઈ રહી છે અને તેથી જ તે યોજાશે નહીં. ભારતીય ક્રિકેટ બોર્ડ ખૂબ જ મજબૂત છે અને આઈસીસીમાં તેની નોંધપાત્ર પહોંચ છે. જો ઓસ્ટ્રેલિયા કહે છે કે અમે કોરોના વાયરસને કારણે ટી-20 વર્લ્ડ કપનું આયોજન કરી શકતા નથી, તો તે યોગ્ય છે, પરંતુ જો તે જ સમયે કોઈ ખાનગી લીગ યોજાય છે, તો ચોક્કસપણે પ્રશ્નો ઉભા થશે. જો ભારતીય બોર્ડ 8 ટીમો વચ્ચે ટૂર્નામેન્ટનું આયોજન કરી શકે છે, તો પછી ક્રિકેટ ઓસ્ટ્રેલિયા કેમ આવી કોઈ ઘટનાનું આયોજન કરી શકે નહીં.
ઈન્ઝમામ-ઉલ-હકે વધુમાં કહ્યું કે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટની પહેલી પ્રાથમિકતા હોવી જોઈએ. તેમણે કહ્યું કે જો તેમ ન થાય તો તેની યુવા ખેલાડીઓ પર ખરાબ અસર પડશે. ટી-20 લીગને બદલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વધુ ધ્યાન આપવું જોઈએ. અન્યથા, જેઓ યુવા ખેલાડીઓ છે તે આંતરરાષ્ટ્રીય મેચ કરતા ટી-20 લીગ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે. મેં એ પણ સાંભળ્યું છે કે એશિયા કપ વિશે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે કારણ કે તેની તારીખ અન્ય કોઈ ઘટના સાથે ટકરાઇ રહી છે. આઇસીસી, એશિયન ક્રિકેટ કાઉન્સિલ અને અન્ય તમામ સભ્ય દેશોએ બેસીને એક મજબૂત સંદેશ આપવો જોઈએ કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ તેમની પહેલી પ્રાથમિકતા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
