Not Set/ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા હવે કાર્ટુનમાં, દયા-જેઠા મચાવશે ધમાલ, સોની ટીવીએ કર્યો ખુલાસો

એપ્રિલમાં સોની સબ એનિમેટેડ સીરીઝ બતાવશે.જેમાં લોકપ્રિય પાત્રો જેઠાલાલ, દયા, બાપૂજી અને ટપુ એન્ડ કંપનીને પાછા એક શાનદાર અવતારમાં બતાવાશે

Entertainment

ટીવી શો તારક મહેતા કા ઉલટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) ઘણા વર્ષોથી લોકોના ચહેરા પર હાસ્ય લાવી રહ્યો છે.  દરેક ઘરમાં આ શો સહકુટુંબ જોવાય છે. હવે આ શોને એનિમેટેડ સીરીઝમાં ફેરવવામાં આવી રહ્યો છે. એપ્રિલમાં સોની સબ એનિમેટેડ સીરીઝ બતાવશે.જેમાં લોકપ્રિય પાત્રો જેઠાલાલ, દયા, બાપૂજી અને ટપુ એન્ડ કંપનીને પાછા એક શાનદાર અવતારમાં બતાવાશે. સોનીએ તાજેતરમાં જ આ ખુલાસો કર્યો છે.

શોનો પ્રોમો વીડિયો સોનીએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો, જેમાં ટપુ, જેઠાલાલ, દયાબેન, બાબુજી અને શોના બીજા કેરેકટર્સને એનિમેટેડ અવતારમાં બતાવાયા હતા. આ શો 2008માં પહેલીવાર પ્રસારિત થયો હતો અને ત્યારથી તે ટેલીવિઝન પર સફળતાપૂર્વક ચાલી રહ્યો છે.

આ શોમાં ગોકુલધામ સોસાયટીમાં રહેનારા પરિવારો દર્શાવાયા છે જ્યાં બધા ધર્મો તેમજ સંપ્રદાય એક સાથે રહે છે. પોતાની દિન-પ્રતિદિનની સમસ્યાઓ સાથે મળીને હાસ્ય સાથે હલ કરે છે.

આ સીરિયલમાં દિલીપ જોશી, દિશા વાકાણી, શૈલેષ લોઢા અને મુનમુન દત્તા જેવા કલાકારો કામ કરે છે.