ક્રિકેટનાં ચાહકો માટે શનિવાર ખાસ રહ્યો હતો. અમદાવાદનાં મોટેરામાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 5 મેચની ટી-20 સીરીઝની અંતિમ મેચ શનિવારે રમાઇ હતી. જેમા ટીમ ઈન્ડિયાએ જીત મેળવી 3-2 થી સીરીઝને પોતાને નામ કરી દર્શકોને ખુશીની એક પળ આપી હતી. બીજી તરફ ભારતીય મહિલા ક્રિકેટરની સાઉથ આફ્રિકા વિરુદ્ધ મેચ રમાઇ હતી. જેમા મહિલા ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો.
India vs England / ટીમ ઇન્ડિયાની જીત, ઇન્ડિયાની બોલિંગ સામે ઇંગ્લેન્ડના બેટ્સમેન નતમસ્તક, સીરીજ કરી કબ્જે
સાઉથ આફ્રિકા તરફ એની બોશે નોટ આઉટ રહેતા 66 રન બનાવ્યા હતા. જેની બેટિંગનાં કારણે સાઉથ આફ્રિકા મહિલા ક્રિકટ ટીમે અટલ બિહારી વાજપાયી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં શનિવારનાં રોજ પહેલા ટી-20 મુકાબલામાં ભારતને 8 વિકેટે હરાવ્યું હતું. મહેમાન ટીમે 131 રનનાં લક્ષ્યાંકનો પીછો કરતા 14 રનમાં જ પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ તે પછી બોશ અને કેપ્ટન સુન લુસ એ બીજી વિકેટ માટે 90 રન બનાવ્યા હતા અને ટીમની જીતને સુનિશ્ચિત કરી હતી. જો કે ટીમનાં 104 રન થયા ત્યારે લુસ આઉટ થઇ હતી, પરંતુ બોશે લાઉરા વુલ્વાર સાથે ટીમને જીત અપાવી હતી. બોશે 48 બોલનો સામનો કર્યો અને 9 ચોક્કા અને 1 છક્કો ફટકાર્યો હતો.
South Africa win the first #INDvSA T20I by eight wickets.
Anne Bosch top-scored for her side with a brilliant 48-ball 66* 👏
📸 @OfficialCSA | https://t.co/7E2RIg3dQB pic.twitter.com/hfVkchFVDd
— ICC (@ICC) March 20, 2021
કોરોનાનું સ્વરૂપ / બહુરૂપિયો કોરોના, 5,500થી વધારે રૂપ બદલી ચૂક્યો છે, વૈજ્ઞાનિકો પણ માથું ખંજવાળે છે
આપને જણાવી દઇએ કે, અગાઉ સાઉથ આફ્રિકા મહિલા ટીમનાં કેપ્ટને ટોસ જીતી ભારતીય ખેલાડીઓને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યુ હતુ. ભારતીય મહિલાઓએ ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટે 130 રન બનાવ્યા હતા. ઇજાગ્રસ્ત હરમનપ્રિત કૌરની જગ્યાએ ટીમની કમાન સ્મૃતિ મંધાનાએ સંભાળી, જે માત્ર 11 રન જ બનાવી શકી હતી. પરંતુ શેફાલી વર્માએ 22 બોલમાં બે ચોક્કા અને એક છક્કાની મદદથી 22 રન બનાવ્યા હતા. ટીમ માટે સૌથી મોટું યોગદાન હરલીન દેઓલે આપ્યું હતું. હરલીને 47 બોલમાં 6 ચોક્કાની મદદથી 53 રન બનાવ્યા હતા. આ સિવાય જેમિમા રોડ્રિગ્વેજે 27 બોલમાં 3 ચોક્કાની મદદથી 30 રનનું યોગદાન આપ્યું હતું. દક્ષિણ આફ્રિકા તરફથી શબનિમ ઇસ્માઇલે 3 વિકેટ લીધી હતી જ્યારે એની બોશને બે વિકેટ મળી હતી. ત્રણ મેચની શ્રેણીમાં મહેમાન ટીમે 1-0 થી લીડ મેળવી લીધી હતી. બીજી મેચ 21 માર્ચે આ જ સ્ટેડિયમ ખાતે રમાશે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
