ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝ બાદ હવે ટીમ ઈન્ડિયાને ઇંગ્લેન્ડ વિરુદ્ધ મેચ રમવાની છે. આ શ્રેણીની પ્રથમ બે ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. વિરાટ કોહલી ફરી એકવાર ઈંગ્લેન્ડ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરતો જોવા મળશે. પરંતુ ટીમમાં ઘણા મોટા ફેરફારો કરવામાં આવ્યા છે, જેની અપેક્ષા નહોતી. મોટી વાત એ છે કે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને ઝડપી બોલર ઇશાંત શર્મા ટીમમાં વાપસી થઇ ગઇ છે.
વળી રવિન્દ્ર જાડેજા અને હનુમા વિહારીને ટીમમાં સ્થાન મળ્યું નથી. આ સાથે ઈજાગ્રસ્ત જસપ્રિત બુમરાહ અને રવિચંદ્રન અશ્વિનને પણ પ્રથમ બે ટેસ્ટ માટે જ સ્થાન મળ્યું છે. જો કે, એવું માનવામાં આવે છે કે આ ખેલાડીઓ ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં ઘાયલ થયા હતા, તેથી તેમને ટીમમાં સ્થાન મળ્યું નથી. કદાચ પ્રથમ બે ટેસ્ટ બાદ આ બધા મોટા ખેલાડીઓને ટીમમાં સ્થાન મળી શકે છે. ભારતીય ટીમે ઈંગ્લેન્ડ સાથે પ્રથમ ટેસ્ટ 5 થી 9 ફેબ્રુઆરી દરમિયાન ચેન્નઈમાં અને બીજી ટેસ્ટ ચેન્નઈમાં 13 થી 17 ફેબ્રુઆરી દરમિયાન રમવાની છે.
ઈંગ્લેન્ડ સામેની પ્રથમ બે ટેસ્ટ મેચ માટે ટીમ ઈન્ડિયા:
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શુભમન ગિલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, રિષભ પંત, રિદ્ધિમન સાહા, હાર્દિક પંડ્યા, કેએલ રાહુલ, જસપ્રીત બુમરાહ, ઇશાંત શર્મા, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર અને અક્ષર પટેલ.
ઇંગ્લેન્ડનાં ભારત પ્રવાસનું સમયપત્રક નીચે મુજબ છે.
ચાર ટેસ્ટ મેચોની સિરીઝ
- પ્રથમ ટેસ્ટ: 5-9 ફેબ્રુઆરી, ચેન્નાઈ
- બીજી ટેસ્ટ: 13-17 ફેબ્રુઆરી, ચેન્નાઈ
- ત્રીજી ટેસ્ટ: 24-28 ફેબ્રુઆરી, અમદાવાદ (ડે-નાઇટ ટેસ્ટ)
- ચોથી ટેસ્ટ: 4-8 માર્ચ, અમદાવાદ
પાંચ ટી-20 મેચોની સિરીઝ
- પ્રથમ ટી 20: 12 માર્ચ અમદાવાદમાં
- બીજી ટી 20: 14 માર્ચ અમદાવાદમાં
- ત્રીજો ટી 20: 16 માર્ચ અમદાવાદમાં
- ચોથો ટી 20: 18 માર્ચ અમદાવાદમાં
- પાંચમો ટી 20: 20 માર્ચ અમદાવાદમાં
ત્રણ વનડે મેચોની સિરીઝ
- પ્રથમ વનડે: 23 માર્ચ પુણેમાં
- બીજી વનડે: 26 માર્ચે પુણેમાં
- ત્રીજી વનડે: 28 માર્ચ પુણેમાં
ઉલ્લેખનીય છે કે, બ્રિસબેનમાં ચોથી ઇનિંગ્સમાં જીત મેળવી ભારતે ઇતિહાસ રચ્યો છે. 79 વર્ષ બાદ બ્રિસબેનમાં કોઇ ટીમે વિજય મેળવ્યો છે. બ્રિસબેનમાં ચોથી ઇનિંગ્સમાં જીત મેળવી ઇતિહાસ રચવા બદલ પીએમ મોદીએ ટીમ ઈન્ડિયાને શુભેચ્છા પાઠવી હતી. ઓસ્ટ્રેલિયા સામે ઐતિહાસિક જીત બદલ ટ્વીટ કરી તેમણે ટીમ ઈન્ડિયાને શુભેચ્છા પાઠવી છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
