Not Set/ Shubh Mangal Zyada Saavdhan નું ટીઝર થયુ રિલીઝ, Gay કેરેક્ટરમાં જોવા મળ્યો આયુષ્માન ખુરાના

દરેક ફિલ્મ થોડી હટકે કરી દર્શકોનું મન જીતનાર આયુષ્માન ખુરાનાની લોકપ્રિયતામાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. જેને હજુ વધારો કરવા આયુષ્માન ખુરાનાની ફિલ્મ શુભ મંગલ જ્યાદા સાવધાનનું ટીઝર રિલીઝ થઇ ગયુ છે. ફિલ્મનાં આ ટીઝરમાં આયુષ્માન,કાર્તિક સિંહની ભૂમિકા નિભાવતો જોવા મળશે, જે આ ફિલ્મનાં ટીઝરમાં ‘Gay’ ની ભૂમિકા નિભાવતો જોવા મળશે. આ ફિલ્મમાં, […]

Uncategorized

દરેક ફિલ્મ થોડી હટકે કરી દર્શકોનું મન જીતનાર આયુષ્માન ખુરાનાની લોકપ્રિયતામાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. જેને હજુ વધારો કરવા આયુષ્માન ખુરાનાની ફિલ્મ શુભ મંગલ જ્યાદા સાવધાનનું ટીઝર રિલીઝ થઇ ગયુ છે. ફિલ્મનાં આ ટીઝરમાં આયુષ્માન,કાર્તિક સિંહની ભૂમિકા નિભાવતો જોવા મળશે, જે આ ફિલ્મનાં ટીઝરમાં ‘Gay’ ની ભૂમિકા નિભાવતો જોવા મળશે.

Image result for shubh mangal zyada saavdhan

આ ફિલ્મમાં, તેની સાથે તેના જેવું જ પાત્ર, જીતેન્દ્ર કુમાર એટલે કે અમન ત્રિપાઠી પણ જોવા મળે છે. ફિલ્મનું આ ટીઝર કાર્ટૂન આધારિત છે. જેમાં ઘરનાં બધા સભ્યોનો પરિચય કરાવવામાં આવ્યો છે. ટીઝરને પ્રસ્તુત કરવાની રીત એકદમ નવી અને મનોરંજક છે. તમે એકવાર જોશો તો વારંવાર જોવાની ઇચ્છા થશે.

ફિલ્મનાં આ ટીઝરમાં ગજરાજ રાવ અને નીના ગુપ્તા પણ જોવા મળે છે. હિતેશ કેવલ્યાનાં નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ દર્શકોને આ ટીઝર બાદ પોતાની તરફ ખેંચી શકે તેવી દેખાઇ રહી છે. ‘બધાઈ હો’ બાદ ફરી એકવાર આ બંને પતિ અને પત્નીનાં રૂપમાં ફિલ્મમાં જોવા મળશે.

Related image

2017 ની ફિલ્મ ‘શુભ મંગલ સાવધાન’ ની સિક્વલ ‘શુભ મંગલ જ્યાદા સાવધાન’ Gay લવ સ્ટોરી પર આધારિત છે. ફિલ્મની વાર્તા એક રૂઢિચુસ્ત કુટુંબ પર આધારિત છે, જ્યારે તેઓ તેમના પુત્રને Gay હોવાની ખબર પડે છે, તે પછી જે થાય છે તે છે આ ફિલ્મની વાર્તા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.