Kashmir/ શોપિયાંમાં આતંકવાદીએ કર્યો હુમલો, ત્રણ બિન-કાશ્મીરી મજૂરોને ગોળી મારી,સર્ચ ઓપરેશન ચાલુ

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ ફરી એકવાર સામાન્ય લોકોને નિશાન બનાવ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગુરુવારે  રાત્રે શોપિયાં જિલ્લામાં આતંકવાદીઓએ ત્રણ બિન-કાશ્મીરી મજૂરોને ગોળી મારી દીધી હતી

Top Stories India

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ ફરી એકવાર સામાન્ય લોકોને નિશાન બનાવ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગુરુવારે  રાત્રે શોપિયાં જિલ્લામાં આતંકવાદીઓએ ત્રણ બિન-કાશ્મીરી મજૂરોને ગોળી મારી દીધી હતી. આ ઘટના બાદ તરત જ ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.પોલીસ અને સેનાના જવાનોએ શોપિયાંના ગગરાનને ઘેરી લીધું હતું. સુરક્ષા દળો આતંકવાદીઓને શોધી રહ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે ગોળી વાગવાથી ઘાયલ થયેલા મજૂરોની ઓળખ અનમોલ, હીરાલાલ અને પિન્ટો તરીકે થઈ છે.

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સતત હુમલા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા (એલઓસી) પર ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા એક આતંકવાદીને સેનાએ ઠાર માર્યો હતો.સંરક્ષણ પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ સુનિલ બારતવાલે જણાવ્યું હતું કે સૈનિકોએ સોમવારે રાત્રે (10 જુલાઈ) નૌશેરા સેક્ટરમાં એલઓસી પર આતંકવાદીઓના જૂથની શંકાસ્પદ હિલચાલ શોધી કાઢી હતી. ઘૂસણખોરોની હિલચાલ પર સતત નજર રાખવામાં આવી હતી અને જ્યારે તેઓ સુરક્ષા વાડની નજીક આવ્યા ત્યારે તેમને પડકારવામાં આવ્યા હતા અને તેમના પર ગોળીબાર કરવામાં આવ્યો હતો, એમ તેમણે ઉમેર્યું હતું.