Ahmedabad News/ વેજલપુરના 14 વર્ષ પહેલા થયેલા મર્ડર કેસના ફરાર આરોપીને પોલીસે ઝડપી લીધો

લાશને ધાબળામાં લપેટીને આરોપી ફરાર થઈ ગયો હતો

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : વેજલપુરમાં 2010માં થયેલા ચકચારભર્યા હત્યા કેસમાં ક્રાઈમ બ્રાંચે અંતે આરોપીની ધરપકડ કરી છે. મનીષ ગુપ્તા હત્યા કેસમાં પોલીસે રમેશ દાનાભાઈ દેસાઈની ધરપકડ કરી છે. આ બનાવની વિગત મુજબ 29.6.2010નાં રોજ વેજલપુરમાં મનીષ ગુપ્તા નામની વ્યક્તિની હત્યા થઈ હતી. હત્યા બાદ મનીષ ગુપ્તાના હાથ પગ બાંધી દઈને ભાડાના મકાનમાં રસોડાના પ્લેટફોર્મ નીચે લાશ પરથી તમામ કપડા ઉતારીને મોઢાના ભાગે પ્લાસ્ટર કરી લાશને ધાબળામાં લપેટીને સંતાડી દેવામાં આવી હતી. લાશ નજરે ન પડે તે માટે પ્લેયફોર્મના બહારના ભાગે રેતી સિમેન્ટની આડશ ઉભી કરીને લાશ છુપાવી દેવામાં આવી હતી.

લાશ છુપાવીને આરોપી રમેશ દાનાભાઈ દેસાઈ મૃતકની કાઈનેટિક મોપેડ લઈને ભાગી ગયો હતો. બીજીતરફ તપાસમાં મૃતકનું સાચુ નામ મનીષ સહાય હોવાનું ખુલ્યું હતું, આ અંગે વેજલપુર પોલીસે ગુનો નોંધ્યો હતો. બીજીતરફ ક્રાઈમ બ્રાંચ આ કેસની તપાસ કરી રહી હતી. જેમાં ક્રાઈમ બ્રાંચ પોલીસને હ્યુમન સોર્સથી માહિતી મલી હતી કે આગુનાનો આરોપી મુંબઈથી નીકળી રાજસ્થાન વાયા અમદાવાદ જવાનો છે. જેમાં પોલીસે શકમંદને શોધી કાઢી પુછપરછ કરતા તેણે પોતાનું નામ રાજ નારણ ગુર્જર હોવાનું અને તે રાજસ્થાનના ભીલવારાનો હોવાનું જણાવ્યુ હતું. તેણે તેનું આધારકાર્ડ, ડ્રાઈવીંગ લાયસન્સ અને પાનકાર્ડ પણ પોલીસ સામે રજૂ કર્યા હતા. પોલીસને રાજ ગુર્જર જ આરોપી રમેશ દાનાભાઈ દેસાઈ જેવો જ હોવાનું માલુમ પડ્યું હતું. ઉપરાંત તેની બોલી પણ ગુજરાતી જણાતી હતી. પોલીસે લાલ આંખ કરતા તેણે ગુનો કબૂલ કર્યો હતો. રમેશ દેસાઈએ પોલીસને જમાવ્યું હતું કે તેને મૃતક મનીષ સાથે સમલૈંગિક સંબંધો હતા.

જેને કારણે 26.9.2010 ના રોજ મનીષ અને હીરાસિંગ સેટેલાઈટમાં પંજરી હોટલની નોકરી પર ગયા હતા. બપોરે મનીષ રૂમ પર પરત આવ્યો હતો.તે વખતે મનીષ પોતાના ગુપ્ત ભાગે અડપલા કરવા લાગ્યો હતો,. ઉપરાંત રમેશની છાતીના ભાગે બચકુ ભરી લીધુ હતું. તેમજ ગુપ્ત ભાગ મોઢામાં લઈને બચકુ ભરી લીધું હતું. આથી રમેશને લોહી નીકળવા લાગ્યું હતું. જેમાં બન્ને વચ્ચે ઝઢગો થયો હતો.આથી રમેશે મનીષના માથામાં ઈંટ મારી દીધી હતી. જેમાં તેનું મોત થયું હતું. બાદમાં રમેશે લાશને ધાબળામાં વીંટાળી રસોડામાં સંતાડી દીધી હતી. બાદમાં રમેશ નોકરી પર ગયો ત્યારે હીરાસિંગે મનીષ નોકરી કેમ આવ્યો નથી, એમ રમેશને પુછ્યું હતું. તેણે હરિસિંગને મનીષ મહેસાણા ગયો હોવાનું કહ્યું હતું. રાત્રે નોકરી બાદ રમેશ હિરાસિંગ સાથે રૂમ પર આવીને રોકાયા હતા. રસોડામાં લોહી જોઈ હરિસંગે આ અંગે પુછતા રમેશે ગુટકાનો કલર હોવાનું કહ્યું હતું. પકડાઈ જવાના ડરથી રમેશ મનીષનું કાયનેટિક લઈને સુરેન્દ્રનગર જતો રહ્યો હતો

બાદમાં 2010થી 2017 કુલ 8 વર્ષ ભીલવાડા રહ્યો હતો. અને અવારનવાર મુંબઈ જતો હતો. જેમાં તે અલગ અલગ હોટેલોમાં નોકરી કરતો હતો. 2017માં કાયમી મુંબઈ સ્થાયી તા નવી મુંબઈ ખારઘરની હોટેલમાં નોકરી કરવા લાગ્યો હતો.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ રાજકોટ TRP ગેમ ઝોનના મેનેજર વિરૂધ્ધ અરજી

આ પણ વાંચોઃ રાજકોટમાં TRP ગેમ ઝોન અગ્નિકાંડ, ત્રણ માળનું માળખુ પણ સીડી એક

આ પણ વાંચોઃ રાજકોટ TRP ગેમ ઝોન આગ દુર્ઘટના બાદ પણ વડોદરાનું તંત્ર ઊંઘતું ઝડપાયું, કારેલીબાગમાં બની આગની ઘટના