Not Set/ રાજકોટ ડેરી ચેરમેનના કિશન સંઘ પ્રમુખ ઉપર ગંભીર આક્ષેપ કહ્યું, -દાઉદ ગેંગ સાથે છે…

  રાજકોટ ડેરીના ચેરમન ગોવિંદ રાણપરીયાએ કિશાન સંઘના પ્રમુખ દિલીપ સખીયા સામે ગંભીર આક્ષેપો કરતા કહ્યું કે, દિલીપ સખીયાએ સટામાં 10 કરોડનો ચૂનો લગાવ્યો છે. ગામના 3 લોકોએ દિલીપ સખીયાના કારણે આત્મહત્યા કરી છે. તાજેતરમાં 15 કિલો સોનુ નેપાળ બોર્ડર ખાતે પકડાયું હતું એ સમય પકડાયેલ શખ્સ દિલીપ સખીયાના પિતરાઇ ભાઇ છે. ઉપરાંત દિલીપ સખીયા […]

Gujarat Rajkot
 

રાજકોટ ડેરીના ચેરમન ગોવિંદ રાણપરીયાએ કિશાન સંઘના પ્રમુખ દિલીપ સખીયા સામે ગંભીર આક્ષેપો કરતા કહ્યું કે, દિલીપ સખીયાએ સટામાં 10 કરોડનો ચૂનો લગાવ્યો છે. ગામના 3 લોકોએ દિલીપ સખીયાના કારણે આત્મહત્યા કરી છે.

તાજેતરમાં 15 કિલો સોનુ નેપાળ બોર્ડર ખાતે પકડાયું હતું એ સમય પકડાયેલ શખ્સ દિલીપ સખીયાના પિતરાઇ ભાઇ છે. ઉપરાંત દિલીપ સખીયા દાઉદ ગેંગ સાથે સંકળાયેલ હોવાનો પણ આરોપ લગાવ્યો હતો જે તમામ આક્ષેપ સામે પ્રમુખ દિલીપ સખીયા એ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર ની મોટી રાજકોટ ડેરી નું સંચાલન નીચુ જઇ રહ્યું છે આ વહ્યાત આક્ષેપો છે અને જો હું દાઉદ ગેંગ સાથે સંકળાયેલ હોય તો કાયદો કાયદાનું કામ કરી કાર્યવાહી કરી શકે છે.. રાજકોટ ડેરીના વિવાદો વચ્ચે ડેરીના ચેરમેન અને ભારતીય કિસાન સંઘના પ્રમુખ એક બીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ કરતા જણાવ્યું હતું કે બન્ને એક બીજા પર માનહાનિનો દાવો કરશે અને લડત લડશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.