- મ્યુઝિયમ ઓફ ટ્રીમાં મૃતપ્રાય બન્યા વૃક્ષ
- વડોદરાને સ્માર્ટ સિટી બનાવવા નવા પ્રોજેક્ટ
- વડસડ ખાતે સ્થિત હતી લેન્ડ ફિલ્ડ સાઈડ
- સાઈડને જામ્બુવા સ્થિત શહેરની બાહર બનાવાઈ
વડોદરા શહેરને સ્માર્ટ સિટી બનાવવા તંત્ર દ્વારા અનેક નવા પ્રોજેક્ટ બનાવામાં આવ્યા છે, ત્યારે વડસડ સ્થિત લેન્ડ ફિલ્ડ સાઈડ બનાવવામાં આવી હતી. પરંતુ આજુબાજુના સ્થાનિકોના વિરોધ બાદ સાઈડને શહેરની બહાર એટલે કે જામ્બુવામાં બનાવવામાં આવી, અને વડસડ સ્થિત જગ્યા પર મ્યુઝિયમ ઓફ ટ્રી બનાવવામાં આવ્યું છે.
શહેરમાં કોર્પોરેશન દ્વારા વડસડમાં બનાવેલ લેન્ડ ફિલ્ડ સાઈડ ઉપર તમામ કચરો ઠાલવવામાં આવતો હતો.લેન્ડ ફિલ્ડ સાઈડની આજુબાજુ અનેક રેસીડેન્સી આવેલી છે અને બાજુમાં DPS સ્કૂલ પણ આવેલી છે. કચરા ના કારણે વિસ્તારમાં ખુબજ દુર્ગંધ આવતી હતી જેને લઇને આજુબાજુના ના રેસીડેન્સીના સ્થાનિકો એ પાલિકામાં વિરોધ કર્યો, ત્યારે અનેક વાર રજૂઆત બાદ સાઈડને જામ્બુવા સ્થિત શહેરની બાહર બનવવામાં આવી.
વડસડ સ્થિત જગ્યા પર વૃક્ષ રોપી 50 લાખના ખર્ચે મુઝિયમ ઓફ ટ્રી બનાવાઈ હતી જેમાં 92 જેટલા અલગ અલગ પ્રકાર ના 8000 હજાર જેટલા છોડવા રોપવામાં આવ્યા હતા તેમજ મોર્નિંગ વોક માટે ટ્રેક પણ બનાવાયો હતો . તત્કાલીન મુખ્પ્રધાન વિજય રૂપાણી દ્વારા સાઈડ નું 2018 માં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પણ પાલિકા દ્વારા યોગ્ય જાળવણી ન થવાને કારણે તમામ વૃક્ષ મૃતપાય બન્યા છે.ત્યારે પાલિકા દ્વારા વડોદરા શહેરના લોકોના ટેક્સ ના નાણાં નો વેડફાટ કરવામાં આવ્યો છે.
સ્માર્ટસિટી અંતર્ગત વડોદરાના લોકોના પાલિકા દ્વારા નાણાંનો વેડફાટ કરવામાં આવતો હોય છે ત્યારે 2018માં લેન્ડફીલ સાઇટ ને હટાવીને મ્યુઝિયમ ઓફ ટ્રી બનાવીને પાલિકાએ ટેક્સના નાણાંનો ખૂબ જ મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હતો લેન્ડફીલ સાઇટ પર વાવેલા વૃક્ષો ની હાલત દયનીય બની છે 8000 જેટલા વૃક્ષો વાવ્યા હતા તેની યોગ્ય જાળવણી ન કરવાના કારણે મૃતપાય બની છે પ્રોજેક્ટ ના નામ પર પાલિકા દ્વારા ફક્ત અને ફક્ત નાણાંનો વેડફાટ તેમજ માનીતા કોન્ટ્રાક્ટરોને નાણાં આપી મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોય છે.
લેન્ડ ફિલ્ડ સાઈડ ઉપર જન ભાગીદારીના રૂપે જગ્યાને બ્યુટીફીકેશન કરવામાં આવ્યું હતું, આગામી દિવસોમાં અર્બન ફોરેસ્ટ સ્કીમ હેઠળ અર્બન ફોરેસ્ટ દ્વારા આ સાઈટને આવરી લેવામાં આવશે અને જાળવણી પણ કરવામાં આવશે તેવો લૂલો બચાવ કોર્પોરેશનના સ્થાયી સમિતિના ચેરમેને કર્યો હતો
બ્યુટીફીકેશન કરવામાં આવ્યું હતું હાલ કેટલાક વૃક્ષો અમૃતભાઈ હાલતમાં જોવા મળે છે ત્યારે આગામી દિવસોમાં અર્બન અર્બન ફોરેસ્ટ સ્કીમ હેઠડ અર્બન ફોરેસ્ટ આ સાઈટને આવરી લેવામાં આવશે અને જાળવણી પણ કરવામાં આવશે તેવો લૂલો બચાવ કોર્પોરેશનના સ્થાયી સમિતિના ચેરમેન મેં કર્યો હતો.
આ પણ વાંચો:કોરોના પર PM મોદીની મુખ્યમંત્રીઓ સાથે બેઠક, કહ્યું, તકેદારી છતાં કેટલાક રાજ્યોમાં કેસ વધ્યા

