@વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ…
ગુજરાત એટીએસે ખોટા લીવીંગ સર્ટીના આધારે ભારતીય પાસપોર્ટ બનાવી કૌભાંડ આચરનારા આરોપીની ધરપકડ કરી છે. છેલ્લા દસ વર્ષથી આરોપી અલી અસગર અબ્બાસ પ્લમ્બર પોલીસની નજરથી નાસતો ફરતો હતો.
ઉલ્લેખનીય છે કે આરોપી અલી અસગરે વર્ષ 2010માં ભરૂચ ખાતે આવેલ યુવક મંડળ હાઈસ્કૂલનું નકલી લિવિંગ સર્ટિફિકેટ ના આધારે અસામદી મહંમદ અબરાર હનીફની મદદ કરી હતી. આ ઘટનાની જાણ થતાં પોલીસે અબરાર ની ધરપકડ કરી લીધી હતી. જેની જાણ થતા અલી અસગર ફરાર થઈ ગયો હતો.
વર્ષ ૨૦૧૦થી તે સાઉથ આફ્રિકા, મોઝામબીઆ, ઝિમ્બાબ્વે અને અલગ અલગ દેશોમાં નાસતો ફરતો હતો. દરમિયાન તે ભારતમાં ગુજરાત ખાતે આવેલા ભરૂચમાં પરત આવતા એટીએસ પોલીસને બાતમી મળી હતી જેના આધારે તેની ધરપકડ કરવામાં આવી છે. આરોપી અને કયા કયા વ્યક્તિઓને નકલી દસ્તાવેજોના આધારે પાસપોર્ટ કૌભાંડમાં મદદ કરી છે તથા અન્ય કયા કયા ગુનામાં તેની સંડોવણી છે તે જણાવવા માટે કવાયત હાથધરી છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
