Not Set/ વડોદરાના વારસિયા વિસ્તારના ઘરમાંથી માતા-પુત્રીનું મૃતદેહ મળ્યો

માતા પુત્રીની લાશ મળી આવી વડોદરરામાંથી

Gujarat

વડોદરાના વારસીયા પોલીસ  વિસ્તારમાં આવેલા સ્વાદ ક્વાટર્સમાં રહસ્યમય સંજોગોમાં માતા પુત્રીનો મૃતહેહ મળી આવ્યો હતો. ઘરમાંથી દુર્ગંધ આવતા આસપાસના રહીશોએ પોલીસને જાણ કરી હતી. સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઇ ગઇ હતી પોલીસ સત્વરે  ઘટના સ્થળે પહોંચી હતી અને  વધુ તપાસ હાથ ધરી હતી.

 વારસીયા પોલીસ સ્ટેશનના પીઆઇ સહિતનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. માતા પુત્રીની મૃતદેહ પર ઇજાના નિશાન જોવા મળ્યા હતા. જેને પગલે તેમની હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળ પરથી મૃતદેહોનો પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. મૃતદેહમાંથી દુર્ગધ આવતી હોવાને કારણે ઘટના 4-5 દિવસ પહેલા બની હોવાનું તારણ કાઢવામાં આવ્યું છે.પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુ છે કે તારામતી પરમાર અને તેમની પુત્રી અરૂણા પરમારના મૃતદેહો છે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.