સુપ્રીમ કોર્ટનો ચુકાદો/ સીબીઆઇ ઇસરોના પૂર્વ વૈજ્ઞાનિકના જાસૂસી કેસની તપાસ કરશે

વૈજ્ઞાનિક નારાયણને બનાવટી કેસમાં ફસાવનાર અધિકારીઓ સામે સીબીઆઇ તપાસ કરશે,

India

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)ના પૂર્વ વૈજ્ઞાનિક નંબી નારાયણને 1994માં બનાવટી જાસૂસી કેસમાં ફસાવનાર અધિકારીઓ સામે  સીબીઆઇ તપાસ કરશે એવો નિર્ણય સુપ્રીમ કોર્ટે આપ્યો છે. કોર્ટે  તપાસ માટે સીબીઆઇને ત્રણ મહિનાનો સમય આપ્યો છે આ સમયગાળામાં તપાસ પૂર્ણ કરીને રિપોર્ટ કોર્ટને સોંપવાનો આદેશ આપ્યો છે.

સુપ્રીમ કોર્ટે બનાવટી જાસૂસી કેસમાં વૈજ્ઞાનિક નંબી નારાયણને ફસાવનાર જવાબદાર અધિકારી સામે તેમની ભૂલ અને કમિશન કૃત્ય મામલે એક કમિટીની રચના કરી છે. કોર્ટે સીબીઆઇને નિર્દેશ આપ્યો હતો કે જૈન કમિટી રિપોર્ટની પ્રાથમિક તપાસનો રિપોર્ટ માનતાઆ મામલે વધુ તપાસ કરવામાં આવે અને રિપોર્ટ  સાર્વજનિક કરાશે નહી.

સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ ડી.કે.જજની અધ્યક્ષતામાં 2018માં એક સમિતિની રચના કરવામાં આવી હતી, અને કેરળ સરકારને વૈજ્ઞાનિક નારાયણના અપમાન માટે 50 લાખનો વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. સમિતિએ હાલમાં જ તેનો રિપોર્ટ સોંપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે તામિલનાડુથી સંબધ રાખનાર એરોસ્પેસ એન્જિનિયર નારાયણઇસરોના સાયરોજેનિક વિભાગના પ્રમુખ હતાં તેમના પર 1994માં આરોપ લાગ્યો હતો કે તેમણે ભારતનાઅંતરિક્ષ કાર્યક્રમની માહિતી વિદેશી લોકોને આપી હતી.