Gujarat Weather forecast/ રાજ્યમાં આગામી 4 દિવસ સુધી કાતિલ ઠંડી યથાવત રહેશે

ગુજરાતમાં કાતિલ ઠંડીનો ચમકારો યથાવત, ઉત્તરાયણની ઉજવણીમાં લોકોને થયો ઠંડીનો અનુભવ….

Top Stories Gujarat

Weather Forecast : ગુજરાતમાં હાલ કાતિલ ઠંડી શરૂ થઈ છે. ઠંડા પવનોના ફૂંકાવાની સાથે શીત લહેરના કારણે આકસ્મિક ઠંડી વધી રહી છે, જેના કારણે લોકોને ઠંડી આકરી લાગી રહી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 4 દિવસ સુધી તાપમાનમાં કોઇ ખાસ ફેરફાર થવાનો નથી અને કાતિલ ઠંડી યથાવત રહેશે.

ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી કાતિલ ઠંડી આગામી 4 દિવસ સુધી યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ઠંડા પવનો અને શીત લહેરના કારણે લોકોને ઠંડીનો અતિશય અનુભવ થઈ રહ્યો છે.

ગઈકાલે વાસી ઉત્તરાયણના દિવસે પણ લોકોએ ઠંડીથી બચવા માટે પૂરતી તકેદારી રાખી હતી. ખુલ્લી જગ્યાએ ઉત્તરાયણની ઉજવણી કરતી વખતે ગરમ કપડા પહેરીને અને ગરમ પીણાં પીઈને ઉત્તરાયણની મજા માણી હતી.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં તાપમાનમાં કોઈ નોંધપાત્ર ફેરફાર થવાની સંભાવના નથી. જેના કારણે ઠંડીનું પ્રમાણ યથાવત રહેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ઉત્તર ભારતમાં કડકડતી ઠંડીથી જનજીવન થંભી ગયું, વરસાદનું યલો એલર્ટ

આ પણ વાંચો: સૌરાષ્ટ્ર-કચ્છમાં 24 કલાકમાં તાપમાન 6 ડિગ્રી ગગડ્યું : વેસ્ટન ડિસ્ટર્બન્સની અસરો પૂર્ણ થતાં ગુજરાતમાં ઠંડીએ જોર પકડ્યું

આ પણ વાંચો: ગુજરાતમાં ઠંડીથી મળશે રાહત, વાદળો છવાશે, કેટલાક વિસ્તારોમાં માવઠાની શક્યતા