અમદાવાદ મહાનગરપાલિકાની સામાન્ય સભા ભારે હોબાળા બાદ સ્થગિત કરવામા આવી હતી. સામાન્ય સભામાં કોંગ્રેસના સભ્યો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે અમદાવાદ નગરપાલિકા પર કાકા નામના વ્યક્તિનું રાજ ચાલી રહ્યું છે. કોઈપણ વ્યક્તિએ પોતાનું ટેન્ડર પાસ કરાવવું હોય, તો તેને કાકાને કમિશન આપવું પડતું હોય છે. ત્યારબાદ જ ટેન્ડર પાસ થાય છે. જોકે, કોંગ્રેસના તમામ આરોપોને સત્તાપક્ષ દ્રારા નકારી કાઢવામા આવ્યો હતા.

AMCની સામાન્ય સભામાં કોંગ્રેસનાં સભ્યો દ્રારા ભાજપ પર આક્ષેપ કરવામાં આવતા ભારે હોબાળા સર્જાયો હતો. ભારે હોબાળાનાં પગલે કોંગ્રેસ અને ભાજપ આમને સામને આવી ગઇ હોય તેવા દર્શ્યો સર્જાયા હતા. સ્થિતિ આટલી વણસી ગઇ કે હોબાળા બાદ સભા સ્થગિત કરી દેવામા આવી હતી. બીજી તરફ AMC પર કાકા નામના વ્યક્તિનું રાજ ચાલતુ હોવાનાં કોંગ્રેસનાં આક્ષેપોને ભાજપનાં અમદાવાદનાં મેયર બીજલ પટેલે નકાર્યા હતા. મેયરે વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે તેની સામે ભાજપ કાયદાકીય કાર્યવાહી પણ કરી શકે છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
