Supreme Court/ શિવાનંદ હોસ્પિટલ અગ્નિકાંડમાં સરકાર ત્રણ દિવસમાં જવાબ આપે, હવે સુપ્રીમ કોર્ટે લીધો ઉધડો

રાજકોટમાં બહુચર્ચિત ઉદય શીવાનદં કોવીડ હોસ્પિટલમાં આઇસીયુ વિભાગમાં આગ તેમજ અમદાવાદ શ્રેયસ હોસ્પિટલમાં બનેલી આગજનીની ઘટનાઓ અંગે સુપ્રિમ કોર્ટે ફરી વખત રાજ્ય સરકારનો

Gujarat Rajkot

રાજકોટમાં બહુચર્ચિત ઉદય શીવાનદં કોવીડ હોસ્પિટલમાં આઇસીયુ વિભાગમાં આગ તેમજ અમદાવાદ શ્રેયસ હોસ્પિટલમાં બનેલી આગજનીની ઘટનાઓ અંગે સુપ્રિમ કોર્ટે ફરી વખત રાજ્ય સરકારનો ઉધડો લીધો છે તેમજ ત્રણ દિવસની અંદર ગુજરાત સરકારનો જવાબ માગ્યો છે. આ જવાબ માટેના મુદ્દાઓમાં કોવીડની ગાઇડલાઇનનો અમલ કેવી રીતે કરાવવામાં આવે છે અને ફાયર સેફટી ગાઇડલાઇનના અમલીકરણ માટે શું પગલાં લીધાં તે અંગે સુપ્રિમ કોર્ટ દ્રારા વિગતવાર જવાબો માગવામાં આવ્યા છે.

Two women judges in Supreme Court, 78 in High Courts, says law ministry- The New Indian Express

impact / રાત્રી કર્ફ્યુંને લઇ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને માઠી અસર, રોજ આટલ…

રાજકોટની ઉદય શીવાનદં હોસ્પિટલમાં લાગેલી વિકરાળ આગજનીની ઘટના સંદર્ભે સુપ્રિમ કોર્ટે સ્યુમોટો નોંધ લીધી હતી અને આજે ફરી વખત તેની સુનાવણી હાથ ધરવામાં આવી હતી.ન્યાયમૂર્તિ અશોક ભુષણના નેતૃત્વવાળી બેન્ચ દ્રારા સોલીસીટર જનરલ તુષાર મહેતાને વિસ્તૃત અહેવાલ આપવાની સુચના આપી હતી. સોલીસીટર જનરલ  મહેતા કેન્દ્ર અને ગુજરાત સરકાર વતી સુપ્રિમ કોર્ટમાં જવાબ આપી રહ્યા છે. બેન્ચે મહેતાને સુચના આપી છે કે ત્રણ દિવસની અંદર વિસ્તૃત એફીડેવીટ રજૂ કરવાની રહેશે.આ વિસ્તૃત અહેવાલમાં ખાસ કરીને ફાયર સેફટી અંગેના નિયમો વગેરે માટે કયા પ્રકારના પગલા લેવાયા તેમજ મૃતદેહોની જાળવણી કેવી રીતે થાય છે ? સાથો સાથ માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટનસ રાખવા અંગેના નિયમનું પાલન કેવી રીતે કરાવવામાં આવે છે તેની સ્પષ્ટતા સરકારે આપવાની રહેશે.

Terrorist killed / જમ્મુ-કાશ્મીરના પુલવામામાં વધુ એક આતંકી ઠાર, બારામૂલામાં ગ્ર…

આ કેસની આગામી સુનાવણી 14 ડિસેમ્બરે હાથ ધરવામાં આવશે.સુપ્રિમ કોર્ટ દ્રારા કોવીડ હોસ્પિટલોમાં બનેલી આગજનીની ઘટનાઓ તેમજ અન્ય નિયમોના પાલન અંગે શું પગલાં લેવાયા તેનો જવાબ માત્ર ગુજરાત જ પરંતુ અન્ય રાજ્યો પાસેથી પણ માગવામાં આવ્યો છે અને ત્રણ દિવસમાં ગુજરાત સહીતના રાજ્યની સરકારો દ્વારા તેમના સોલિસિટર જનરલ મારફતે વિસ્તૃત જવાબ સુપ્રિમને મોકલવાનો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો