સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વિશાળ મગર ખતરનાક રીતે છ ફૂટનાં મગરનો શિકાર કરી રહ્યો છે. આ વીડિયો જોયા બાદ લોકો પણ ચોંકી ગયા છે. કારણ કે, મગર જે રીતે શિકાર કરે છે તે જોઈને તમે તેની ક્રૂર વલણને પણ ઓળખી શકો છો.
આ પણ વાંચો –PANDORA PAPERS / ભાજપના સાંસદે પેંડોરા પેપર લીક કેસમાં સતીશ શર્માના ખાતાનો ઉલ્લેખ કર્યો, કહ્યું – રાહુલ ગાંધીએ ફ્લોરિડામાં આ ખાતામાંથી ફી ચૂકવી
આલમ એ છે કે આ વીડિયોને અત્યાર સુધી ચાર લાખથી વધુ લોકોએ જોયો છે. તેમજ ઘણા લોકોએ તેના પર ટિપ્પણી પણ કરી છે. મળતી માહિતી મુજબ આ વાયરલ વીડિયો અમેરિકાનાં સાઉથ કેરોલિનાનો જણાવવામાં આવી રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે ભૂખ્યા મગરે નાના મગરનો શિકાર કરી રહ્યા છે. તે જોઈને લાગે છે કે મગર ખૂબ ભૂખ્યો છે, ત્યારે જ તે 6 સેકન્ડમાં 6 ફૂટનો મગરને દબોચી લે છે. 24 સેકન્ડનાં આ વીડિયોમાં લોકો મગરનું આક્રમક સ્વરૂપ જોઈને સ્તબ્ધ થઈ ગયા છે.
This happened in my parents backyard today… The snack is a 6ft gator #lowcountrylivin pic.twitter.com/O7Omsw42uL
— Taylor Soper 🤙🏻 (@Soper_TandC) September 30, 2021
આ પણ વાંચો – Political / પ્રિયંકા ગાંધીએ ખેડૂતોને કચડી નાખતો વીડિયો PM મોદીને બતાવ્યો અને કહ્યુ- શું તમે આ જોયુ?
1 ઓક્ટોબરનાં રોજ @Soper_TandC દ્વારા ટ્વિટર પર આ ખતરનાક વીડિયો શેર કરવામાં આવ્યો હતો. વીડિયો શેર કરતી વખતે તેણે લખ્યું, ‘આ ઘટના આજે મારા માતા-પિતાનાં બેકયાર્ડમાં બની હતી. અહી 6 ફૂટનો મગર બીજા મગરનો નાસ્તો બની ગયો હતો. જે રીતે એક મગર બીજા મગરને ખાય છે તે જોઈને લોકોનાં પણ હોશ ઉડી ગયા હતા. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. 47 લાખથી વધુ લોકોએ આ વીડિયો જોયો છે. જ્યારે 47 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઇક કર્યો છે. વળી, 10 હજારથી વધુ લોકોએ વીડિયોને રીટ્વીટ કર્યો છે. તમે આ ખતરનાક Video વિશે શું વિચારો છો તે કોમેન્ટ કરીને તમારો અભિપ્રાય આપો.
