ગુજરાતમાં કોરોનાનાં કેસ રોજ 1 હજાર પાર નોંધાઇ રહ્યા છે. ત્યારે રાજ્યમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત શહેર અમદાવાદમાં કોરોનાનાં કેસનો તાંડવ શરૂ થઇ ગયો છે. અમદાવાદની સિવિલ હોસ્પિટમાં કોરોનાનાં દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો જોવા મળી રહ્યો છે.
કોરોનાનાં વધતા કેસ અને સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો હોવાના કારણે એડિશનલ ચીફ સેક્રટરી સિવિલ હોસ્પિટલમાં મુલાકાતે છે. જ્યા તેમની સિવિલ હોસ્પિટલનાં સુપ્રીટેન્ડન્ટ સાથે આ મુદ્દે ચર્ચા થવાની છે. આપને જણાવી દઇએ કે, રાજ્યની કોરોનાની જવાબદારી પંકજ કુમારને સોંપાઈ છે. આ વચ્ચે એડિશનલ મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ.રજનીશ પટેલે નિવેદન આપ્યુ છે કે, નવેમ્બરથી કોરોનાનાં કેસોમાં વધારો થયો છે.
આપને જણાવી દઇએ કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ગઈકાલે ઇન્ડોર દર્દીઓ 616 હતા. સુત્રોનાં જણાવ્યા અનુસાર હવે હોસ્પિટલમાં ઓકિસજન બેડની કેપિસિટી ફૂલ થઇ ગઇ છે. સિવિલમાં સારી સારવાર મળી રહે તેવી સુવિધાઓ હોવાના કારણે અહી રોજનાં 100 કોવિડનાં દર્દીઓ આવી રહ્યા છે.
