Not Set/ સાયલા તાલુકામાં કરોડનાં ખનીજ ચોરી કૌભાંડની તપાસનું ફિંડલુ વાળી દેવાયુ

થોડા મહિનાઓ પહેલા સુદામડા ગામની સીમમાં ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડની લાઈનની આસપાસ વિસ્તારમાંથી ખનીજનું ગેરકાયદેસર ખોદકામ ઝડપી પાડવામાં આવ્યું હતું.

Gujarat Others

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

થોડા મહિનાઓ પહેલા સુદામડા ગામની સીમમાં ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડની લાઈનની આસપાસ વિસ્તારમાંથી ખનીજનું ગેરકાયદેસર ખોદકામ ઝડપી પાડવામાં આવ્યું હતું. જેમાં 22.83 કરોડનાં ખનીજનું ગેરકાયદેસર ખનન તેમજ વહન કર્યાની ફરિયાદ સાયલા પોલીસ સ્ટેશનમાં દાખલ પુનાભાઈ ભીખાભાઈ જોગરાણા તેમજ કેહુભાઈ ગભુભાઈ જોગરાણાનાં વિરુદ્ધમાં દાખલ કરવામાં આવી હતી. તેમાં આજ દિન સુધી કોઇ પણ પ્રકારની તપાસ આગળ ચાલી ન હતી. તેમજ કરોડોનો ખનીજ પ્રકરણનો દંડ તેમજ કાર્યવાહીમાં ભીનું સંકેલવાતું હોય તેવું સ્પષ્ટપણે દેખાઇ રહયું છે. 6 મહિના થવા આવ્યા છતાં પણ હજુ સુધી તપાસનાં નામે આગળ કોઈ કાર્યવાહી થઈ રહી નથી.

ગુજરાત: પાટડીનાં પાનવા ગામની પરિણીતાને ફેસબુક લવ થતાં પુત્ર સાથે ખેરાલુ પહોંચી, 4 મહિને પોલિસે પકડી પતિને સોંપી

ત્યારબાદ સાયલા પોલીસ દ્વારા વાટાવછ ગામની સીમમાંથી પથ્થરની ખાણમાંથી હિટાચી મશીન ઝડપી અને ખાણ ખનીજને તમામ પ્રકારનો સાયલા પોલીસે રિપોર્ટ કરી ખાણ ખનીજ વિભાગ દ્વારા હિટાચી મશીનને મેસસૅ બીએ પટેલનાં ભરડીએ મૂકી અને ખાનની માપણી દરમિયાન આશરે રૂપિયા ત્રણ કરોડનાં કાળા પથ્થરનું ગેરકાયદેસર વહન તથા ખનન થયેલુ જણાવતા ખાણ ખનીજ વિભાગ દ્વારા પંચ રોજકામ કરવામાં આવ્યું હતું. જેની તપાસમાં સગરામભાઇ પ્રભુભાઈ ધાડવી દ્વારા આ ખાણ ચલાવતા હોવાનું જાણવા મળેલુ હતું. પરંતુ આજ દિન સુધી ખાણ ખનીજ વિભાગ દ્વારા સાયલા પોલીસ મથકે કોઈપણ પ્રકારની પોલીસ ફરિયાદ કે આગળની કાર્યવાહી કરવામાં આવેલા નથી.

ક્રાઈમ: રૂ.14.80 લાખની લુંટનો માસ્ટર માઇન્ડ સહિત ત્રણ શખ્સોને ઝડપી પાડતી સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

જેને લઇને પોલીસે કરેલી કામગીરી પર પાણી ફરી ગયું, જ્યારે આટલી મોટી બે ખનીજ ચોરીઓ પર કોઈ પણ પ્રકારની તપાસ આગળ નહીં કરાતા સરકારી તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન આવા અધિકારીઓ દ્વારા થઈ રહ્યું છે. તેમજ ભૂમાફીયાઓ દિન-પ્રતિદિન કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે. જેને લઇ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચનાં જીતેન્દ્રભાઈ નટવરભાઈ પરમાર દ્વારા ઊંચ્ચ કક્ષાઓ સુધી લેખિતમાં આ બંનેની તપાસ માંગી છે.