ભારત દેશમાં અત્યારે ચારે તરફ માત્રને માત્ર કોરોના ના કહેર ની જ વાતો ચાલી રહી છે. પહેલાં ને કોરોના થયું, આને કોરોના થયું બસ આવી જ વાતો ચારેય તરફ ફેલાઇ રહી છે. લોકો એટલા ભયભીત બની ગયા છે છેલ્લા એક વર્ષથી લોકોએ નાની મોટી ટુરમાં બહાર જવાનું ટાળ્યું છે. જેના કારણે ટુરિઝમ શેત્ર માં ભારે મંદીનું મોજું ફરી વળ્યુ છે.
એટલુજ નહિ કાયદાના મંદિરમાં પણ તેની ભારે અસર જોવા મળી રહી છે. અમદાવાદની પરિસ્થિતિ વિશે જો વાત કરવામાં આવે તો અમદાવાદની મેટ્રો કોર્ટમાં ગઈ કાલે બે મેજિસ્ટ્રેટ ની સાથે ૧૫ જેટલા કોર્ટના સ્ટાફને કોરોના નું ચેપ લાગ્યું હતું. એક સાથે આટલા બધા લોકોને કોર્ટના કમ્પાઉન્ડમાં ચેપ લાગી જતાં વકીલોની સાથે ન્યાયધીશો ને પણ કોરોનાથી ભારે બીક લાગી રહી છે.
જેના કારણે ઘણી કોર્ટને અત્યારે થોડાક સમય પુરતી બંધ રાખવામાં આવી છે.એટલુજ નહિ , આગામી ૧૦ એપ્રિલે જે લોક અદાલત નું આયોજન નીચલી કોર્ટે માટે રાખવામાં આવ્યું હતું. તેને મોફુક રાખવાનું નિર્ણય લઈને જવાબદાર વિભાગે કોરોના ના ચેપથી લોકોને બચાવવા માટે આ માર્ગ અપનાવ્યો છે.
