Stock market rise/ શેરબજાર આજે ફરી ઐતિહાસિક શિખરે, સેન્સેક્સ અને નિફ્ટીએ બનાવ્યો રેકોર્ડ

ભારતનું શેરબજાર સતત વધી રહ્યું છે અને શેરબજારની આ મહાન ઉડાનમાં રોકાણકારોને રોમાંચની સાથે સાથે કમાણીનો અવસર પણ મળી રહ્યો છે.

Top Stories Breaking News Business

ભારતનું શેરબજાર સતત વધી રહ્યું છે અને શેરબજારની આ મહાન ઉડાનમાં રોકાણકારોને રોમાંચની સાથે સાથે કમાણીનો અવસર પણ મળી રહ્યો છે. બજાર ફરી એકવાર નવા ઐતિહાસિક શિખરે ખુલ્યું છે અને નિફ્ટી-સેન્સેક્સ નવા રેકોર્ડ સાથે ખુલવામાં સફળ રહ્યો છે.

શેરબજારની શરૂઆત 
BSE સેન્સેક્સ 129.72 પોઈન્ટ અથવા 0.16 ટકાના મામૂલી વધારા સાથે 80,481.36 પર ખુલ્યો. NSE નો નિફ્ટી 26.65 પોઈન્ટ અથવા 0.11 ટકા વધીને 24,459.85 ના સ્તર પર ખુલ્યો. NSE નિફ્ટી રેકોર્ડ હાઈ પર ખુલ્યો અને 24,461.05 ની નવી ઓલ ટાઈમ હાઈ સપાટી બનાવી છે. સેન્સેક્સ જે સ્તરે ખૂલ્યો તે પણ તેની જીવનકાળની ઊંચી સપાટી બની ગયો છે.

બીએસઈનું માર્કેટ કેપ વધ્યું
BSEનું માર્કેટ કેપ રૂ. 451.83 લાખ કરોડ થયું છે અને ડોલરના સંદર્ભમાં તે 5.41 ટ્રિલિયન ડોલર થયું છે. હાલમાં, BSE પર 3172 શેર્સનું ટ્રેડિંગ થઈ રહ્યું છે અને 1695 શેર્સ લાભ સાથે ટ્રેડ થઈ રહ્યાં છે. 1351 શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને 126 શેર કોઈ ફેરફાર વગર ટ્રેડ થઈ રહ્યા છે.

સેન્સેક્સ અને નિફ્ટીની મુવમેન્ટ 
બજાર ખુલ્યાના અડધા કલાક પછી શેરબજાર લાલ નિશાનમાં જોવા મળી રહ્યું છે. BSE સેન્સેક્સ 217.41 પોઈન્ટ અથવા 0.27 ટકા ઘટીને 80,134 પર જોવા મળી રહ્યો છે. NSE નિફ્ટી 52.85 પોઈન્ટ અથવા 0.22 ટકાના ઘટાડા સાથે 24,380 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો.