Not Set/ સુપ્રીમ કોર્ટે રાફેલ ડીલ માટે દાખલ કરેલી પુનર્વિચાર અરજીને ફગાવી દીધી

રાફેલ ડીલની ખરીદીમાં ભ્રષ્ટાચારનાં આક્ષેપોને કારણે સુપ્રીમ કોર્ટમાં પુનર્વિચાર અરજી દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે પહેલેથી જ પોતાનો ચુકાદો આપ્યો હતો અને આ મુદ્દે કાંઈ પણ કહેવાની ના પાડી દીધી હતી. પરંતુ કોર્ટનાં નિર્ણય પછી ફરીથી પુનર્વિચાર અરજી દાખલ કરવામાં આવી હતી અને એવું કહેવામાં આવ્યુ હતુ કે સરકારે આ કેસમાં સુપ્રીમ […]

India

રાફેલ ડીલની ખરીદીમાં ભ્રષ્ટાચારનાં આક્ષેપોને કારણે સુપ્રીમ કોર્ટમાં પુનર્વિચાર અરજી દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે પહેલેથી જ પોતાનો ચુકાદો આપ્યો હતો અને આ મુદ્દે કાંઈ પણ કહેવાની ના પાડી દીધી હતી. પરંતુ કોર્ટનાં નિર્ણય પછી ફરીથી પુનર્વિચાર અરજી દાખલ કરવામાં આવી હતી અને એવું કહેવામાં આવ્યુ હતુ કે સરકારે આ કેસમાં સુપ્રીમ કોર્ટને ગેરમાર્ગે દોરી છે. પરંતુ સુપ્રીમ કોર્ટે સમીક્ષાની અરજી પર ચુકાદો પસાર કરતાં આ સમીક્ષા અરજીને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે 14 ડિસેમ્બર 2018 નાં રોજ પોતાનો ચુકાદો આપ્યો છે.

મહત્વનું છે કે, તમામ પુનર્વિચાર અરજીઓ પર સુનાવણી પૂર્ણ કર્યા પછી સુપ્રીમ કોર્ટે 10 મે નાં રોજ પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. જણાવી દઇએ કે આ પહેલા 14 ડિસેમ્બર, 2018 નાં રોજ કોર્ટે રાફેલ ડીલની પ્રક્રિયાને ન્યાયી ઠેરવી હતી. પરંતુ આ પછી, કેટલાક મીડિયા અહેવાલો અને કાગળોને આધારે, સુપ્રીમ કોર્ટે આ કેસમાં દાખલ કરેલી સમીક્ષા અરજી પર સુનાવણી કરવા સંમતિ આપી હતી. જે બાદ આ કેસ અંગે સુનાવણી શરૂ થઈ હતી.

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી જવાબ માંગ્યો હતો. આ તરફ એટર્ની જનરલ કે.કે.વેણુગોપાલે જવાબ ફાઇલ કરવા માટે 4 અઠવાડિયાનો સમય માંગ્યો હતો. જોકે, કોર્ટે સમય આપ્યો ન હતો. આ પછી, કેન્દ્ર સરકાર દ્વારા 4 મે નાં રોજ રાફેલ ડીલ પર એક નવું સોગંદનામું સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવ્યું હતું. સરકારે પોતાના નવા સોગંદનામામાં કહ્યું છે કે 14 ડિસેમ્બર 2018 નાં રોજ 36 રાફેલ જેટની ખરીદી અંગે આપેલ નિર્ણય યોગ્ય હતો. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ ફાઇલ કરતી વખતે, રાફેલ ડીલ મામલે દાખલ પુનર્વિચારણા અરજીઓને રદ કરવાની માંગ કરી હતી. સુપ્રીમ કોર્ટને મોકલવામાં આવેલી લેખિત નિવેદનોમાં સરકારે કહ્યું કે રાફેલ મુદ્દે પુનર્વિચાર અરજી તુચ્છ આક્ષેપો અને પાયાવિહોણી અટકળો પર આધારિત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.