shocking case/ પિડીતાએ કહ્યું વીંગ કમાન્ડરે ગુજાર્યો બળાત્કાર, અપરણિત છે કહી છ મહિના સાથે રહ્યા ત્યારબાદ…

ઈન્ડીયન એરફોર્સમાં 24 વર્ષીય યુવતી સાઈકીયાટ્રીક તરીકે હંગામી ધોરણે કામ કરતી હતી. દિલ્હીમાં રહેતી આ યુવતીએ 2022માં આ નોકરી શરૃ કરી હતી.

India
બળાત્કાર

@નિકુંજ પટેલ

દિલ્હીમાં રહેતી અને એરફોર્સમાં સાઈકીયાટ્રીક તરીકે નોકરી કરતી એક યુવતીએ એક વીંગ કમાન્ડર પર બળાત્કારનો આરોપ લગાવતા ચકચાર મચી છે. યુવતીએ આરોપી વિરૃધ્ધ એફઆરઆઈ દાખલ કરાવી હતી.. જોકે હાલમાં આરોપીએ આગોતરા જામીન લીધા છે.

આ બનાવની વિગત મુજબ ઈન્ડીયન એરફોર્સમાં 24 વર્ષીય યુવતી સાઈકીયાટ્રીક તરીકે હંગામી ધોરણે કામ કરતી હતી. દિલ્હીમાં રહેતી આ યુવતીએ 2022માં આ નોકરી શરૃ કરી હતી. જેમાં તે ફાઈટર જેટ પાયલટોના કાઉન્સીલીંગનું કામ કરતી હતી. ઓક્ટોબર 2022માં તે એક કોન્ફરન્સમાં ગઈ હતી. જ્યાં તેની ઓળખાણ 48 વર્ષીય વીંગ કમાન્ડર સિધ્ધાર્થ પ્રધાન સાથે થઈ હતી. ત્યારબાદ બન્ને મોબાઈલ પર કલાકો સુધી વાતચીત અને મેસેજ કરતા હતા. બે મહિના બાદ સિધ્ધાર્થે યુવતીને કહ્યું કે તે તેની સાથે લગ્ન કરવા માંગે છે.

બીજીતરફ નવેમ્બર મહિનામાં સિધ્ધાર્થ કોઈ કામથી જેસલમેર ગયો હતો. જેમાં તે યુવતીને પણ સાથે લઈ ગયો હતો. 20 થી 25 દિવસ તેઓ જેસલમેરમાં રહ્યા હતા. જોકે બાદમાં તેણે વતીને પરત દિલ્હી ન જવા દીધી. પરંતુ પોતાના અંબાલા સ્થિત ઘરે લઈ ગયો. અંબાલામાં તેના માતા પિતા રહેતા હતા.

યુવતીનું કહેવું છે કે ડિસેમ્બર 2022માં તે અંબાલા શિફ્ટ થઈ ગઈ હતી. જ્યાં તે સિધ્ધાર્થ સાથે લીવ ઈનમાં રહેવા લાગી હતી. યુવતીએ આ વાત તેના પરિવારથી છુપાવી હતી. સિધ્ધાર્થના માતા પિતા સાથે પણ તે રહેતી હતી. યુવતીનું કહેવું છે કે સિધ્ધાર્થે તેને તેના માતા પિતાને એવું કહીને મળાવી હતી કે તે તેને ખૂબ પસંદ છે અને લગ્ન કરવા માંગે છે. તેના માતા પિતા પણ ખુબ ખુશ હતા.

સિધ્ધાર્થ નેપાળનો રહેવાસી હતો તેના માતા પિતાએ નેપાળી કલ્ચર વિશે યુવતીને ઘણું શીખવાડ્યું હતું.સિધ્ધાર્થ સાથે યુવતી જ્યાં પણ ફરવા જતી ત્યારે સિધ્ધાર્થ યુવતીની ઓળખ પત્ની તરીકે આપતો હતો. ફેબ્રુઆરીમાં સિધ્ધાર્થના નાનાનું મૃત્યું થયું ત્યારે સિધ્ધાર્થ યુવતીને દાર્જીલીંગ પણ લઈ ગયો હતો.

યુવતીનું કહેવું છે કે સિધ્ધાર્થે જ તેને કહ્યું હતું કે માતા પિતા સાથે તેણે દાર્જીલીંગ આવવું જોઈએ. પોતે પણ સિધ્ધાર્થના સંબંધીઓને મળવા માંગતી હતી. દાર્જીલીંગમાં સિધ્ધાર્થ તેના માતા પિતા એક જ ઘરમાં રહેતા હતા..

સિધ્ધાર્થે જ્યારે યુવતીને પ્રપોઝ કર્યું ત્યારે યુવતીએ કહ્યું કે તે એક મોયુ ફંકશન કરવા માંગે છે. જેમાં આપણા માતા પિતા પણ હાજર રહેશે. અમે ઘરે આવ્યા ત્યારે સિધ્ધાર્થના મા પિતાને વીંટી બતાવી હતી. 14 ડિસેમ્બરે તેઓ અંબાલા પરત આવ્યા હતા. પઠોણકોટમાં તેમમે લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. સિધ્ધાર્થે કહ્યું કે આપણા લગ્ન નોર્થ ઈન્ડીયન રીત રિવાજ મુજબ કરીશું જેથી તેના ફેમીલીને કોઈ મુસ્કેલી ઉભી ન થાય. જોકે પઠાણકોટતી આવ્યા બાદ બધુ બદલાઈ ગયું.

યુવતીનું કહેવું છે કે એકવાર તેણે સિધ્ધાર્થને ફરવા જવાનું કહ્.યું તો તે વાતને ટાળવા લાગ્યો. રજા લેવાનું કહ્યું તો સિધ્ધાર્થે સિનીયર રજા આપવાની ના કહે છે, એમ કહ્યું. સિધ્ધાર્થને રજા ન મળતા યુવતી ઉદાસ થઈ ગઈ હતી. બાદમાં સિધ્ધાર્થે યુવતીને કોલ કરવાનું અને મેસેજના જવાબ આપવાનું બંધ કરી દીધું. સિધ્દાર્થ કામમાં વ્યસ્ત હશે એમ માનીને યુવતીએ તેના માતા પિતાને કોલ કર્યો તો તેમણે પણ ફોન ન ઉપાડ્યો.

યુવતીને કઈંક ખોટુ થઈ રહ્યું હોવાનો અહેસાસ થઈ ગયો હતો. 6 નવેમ્બર 2023ના રોજ યુવતીની શંકા સાચી ઠરી. તે ઈન્સ્ટાગ્રામ પર રીલ્સ સ્ક્રોલ કરી રહી હતી ત્યારે તેને સિધ્ધાર્થની પિતરાઈ બહેનની પ્રોફાઈલ જોવા મળી. તેણે સિધ્ધાર્થ તેની પત્ની અને બે બાળકોને જન્મદિવસ મનાવતા હતા તે ફોટો શેર કર્યો હતો.

ફોટો જોયા બાદ યુવતીએ સિધ્ધાર્થને અનેક કોલ કર્યા. યુવતીને ફોટોમાં સિધ્ધાર્થની પત્ની હોવા વિશે શંકા હતી પણ ફોટો જોયા બાદ લાગ્યું કે તે તેની પત્ની જ છે. 7 ડિસેમ્બરે સિધ્ધારેથે યુવતીને મેસેજ કર્યો અને 16 નવેમ્બર સુધી રાહ જોવા કહ્યું હતું. તેણે રૂબરૂ મળીને વાત કરશે, એમ કહ્યું હતું.13 નવેમ્બર સુધી યુવતીએ સિધ્ધાર્થની રાજ જોઈ. પરંતુ સિધ્ધાર્થ ન આવતા 17 નવેમ્બરે તે સિધ્ધાર્થના અંબાલા સ્થિત ઘરે પહોંચી. તેનો પરિવાર જોકે ઘરે ન હતો. પડોશીઓને પુછ્યું તો ખબર પડી કે તે પરિવાર સાથે ક્યાંક શિફ્ટ થઈ ગયો છે. અબાલામાં બે કલાક તેનું ઘર શોધતી રહી બાદમાં યુવતીને તેના નવા ઘરનું ઠેકાણું મળ્યું.

યુવતીનું કહેવું છે કે તે સિધ્ધાર્થના ઘરે ગઈ ત્યારે તેની માતાએ દરવાજો ખોલ્યો હતો.જોકે તેને અંદર આવવા દીધી ન હતી. પહેલા તો તેમણે યુવતીને ઓળખવાનો જ ઈન્કાર કરી દીધો. તું કોણ છે અહીંતી ચાલી જા, એમ કહ્યું. યુવતી આ વાત સાંભળી ચોંકી ઉઠી.

જ્યારે યુવતીએ મોબાઈલમાં સિધ્ધાર્થ સાથેનો તેનો ફોટો બતાવ્યો ત્યારે સિધ્ધાર્થની માતા ડરી ગઈ.દરમિયાન સિધ્ધાર્થ તેના રૃમમાંથી બહાર આવ્યો. તેણે યુવતીને ઘરમાં બોલાવી. ઘરમાં એક બાજુ દિવાલ પર સિધ્ધાર્થ અને તેની પત્નીનો ફોટો લગાવેલો હતો. યુવતી રડી પડતા સિધ્ધાર્થ તેને પોતાના રૃમમાં લઈ ગયો. જ્યાં તેણે પરિણીત હોવાનું અને બે બાળકોનો પિતા હોવાનું કહ્યું. એટલું કહેતા જ યુવતી બુમો પાડવા લાગી અને રડવા લાગી. યુવતીને ચુપ કરવા સિધ્ધાર્થે તેની સાથે જબરજસ્તી કરી. બીજે દિવસે યુવતી તેના દિલ્હીના ઘરે જવા રવાના થઈ.

યુવતીએ તે રાત્રે સિધ્ધાર્થ સાથે જે કપડા પહેર્યા હતા તે સાચવીને રાખ્યા. 1 ડિસેમ્બર 2023માં પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરાવ્યા બાદ કપડાને વધુ તપાસ માટો પોલીસને સોંપ્યા.

બીજીતરફ 28 ડિસેમ્બર 2022ના રોજ મિલેટરી હોસ્પિટલનો એક કાગળ ળ્યો. આ હોસ્પિટલમાં એરફોર્સના અધિકારીઓ, કર્મચારીઓ વગેરેની સારવાર થતી હતી. હોસ્પિટલના રિપોર્ટ અને કાગળમાં દરેક જગ્યાએ યુવતીના નામની આગળવાઈફ ઓફ સિધ્ધાર્થ પ્રધાન લખેલું હતું.

સિદ્ધાર્થ હાલમાં આગોતરા જામીન પર છે. સિધ્ધાર્થના વકીલનું કહેવું છે કે 2022માં સિધ્ધાર્થ અને આ યુવતીની ઓળખ થઈ હતી. તે સમયે યુવતી એરફોર્સમાં સાઈકીયાટ્રીક તરીકે કામ કરતી હતી.તે પોતાની હંગામી નોકરી સ્થાયી કરવા માંગતી હતી. એટલા માટે તેણે સિધ્ધાર્થ સાથે ઘરોબો કેળવ્યો હતો. તેમની વચ્ચે જે પણ થયું તે એકબીજાની સંમત્તિથી થયું છે, એમ તેના વકીલનું કહેવું છે.

વકીલે વધુમાં કહ્યું હતું કે ડિપાર્ટમેન્ટના કાર્યક્રમ દરમિયાન યુવતી વીંગ કમાન્ડરની પત્નીને મળી હતી. એટલું જ નહી કાઉન્સીલીંગ પહેલા સાઈકીયાટ્રીકને દરેક અધિકારીની અંગત માહિતી અને તેના મેરિટીયલ સ્ટેટસ બાબતે જણાવવામાં આવે છે. આમ યુવતી એવું ન કહી શકે કે સિધ્ધાર્થની પત્ની બાબતે તેને કંઈ જાણ નથી.

યુવતીએ ડિસેમ્બર 2023માં પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં વીંગ કમાન્ડર સિધ્ધાર્થ વિરૃધ્ધ એફઆઈઆર દાખલ કરાવી હતી. તેણે ફરિયાદમાં આરોપ મુક્યો છે કે સિધ્ધાર્થે તેને લગ્નની લાલચ આપીને તેની સાથે છ મહિના સુધી બળાત્કાર ગુજાર્યો હતો.. હાલમાં સિધ્ધાર્થ આગોતરા જામીન પર છે 3 જાન્યુઆરી 2024ના રોજ દિલ્હીની કોર્ટમાં આ કેસની સુનાવણી થશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો: