Political/ જનતાનો અવાજ સતત દબાવવામાં આવી રહ્યો છે : રાહુલ ગાંધી

સંસદને જનતાનો અવાજ સાંભળવા માટે બનાવવામાં આવેલ છે. અહી જનતાને લઇને કાયદાઓ બનાવવા અને જનતાનાં પ્રશ્નોનું નિરાકરણ કરવા અને જનતાનું એક ઉજવળ ભવિષ્ય બને તે માટે પ્રયત્નો કરવાનું કાર્ય થાય છે તેમ કહીએ તો પણ ખોટુ નહી કહેવાય.

Top Stories India
અવાજ

સંસદને જનતાનો અવાજ સાંભળવા માટે બનાવવામાં આવેલ છે. અહી જનતાને લઇને કાયદાઓ બનાવવા અને જનતાનાં પ્રશ્નોનું નિરાકરણ કરવા અને જનતાનું એક ઉજવળ ભવિષ્ય બને તે માટે પ્રયત્નો કરવાનું કાર્ય થાય છે તેમ કહીએ તો પણ ખોટુ નહી કહેવાય. જણાવી દઇએ કે, સંસદનું ચોમાસુ સત્ર પૂર્ણ થઇ ગયુ છે. હવે સંસદની બહાર સરકારને ઘેરવા માટે વિપક્ષી પાર્ટીઓ એક સાથે કૂચ કરી રહી છે. ગુરુવારે વિપક્ષી દળોએ વિજય ચોકથી સંસદ સુધી એક પદયાત્રા કાઠી હતી. રાહુલ ગાંધી સહિત 15 પક્ષોનાં નેતાઓ આ પદયાત્રામાં સામેલ થયા છે. આપને જણાવી દઈએ કે, રાહુલ ગાંધી હાલમાં રાજનીતિનાં ફ્રન્ટ લાઇન પર જોવા મળી રહ્યા છે. સંસદ સત્રમાં તમામ વિપક્ષી દળો સાથે મળીને સરકાર મુશ્કેલીમાં મુકાઈ હતી. હવે તેઓ સંસદની બહાર મોદી સરકાર સામે પડકાર રજૂ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આ પણ વાંચો – OMG! / ગુજરાતના આ મંદિર જ્યાં પ્રાચીન કાળી માટીના માટલાંમાં 600 વર્ષથી એવુંને એવું ઘી સચવાયેલું છે, દુર્ગંધ કે જીવાત પણ પડતી નથી

થોડા દિવસો પહેલા રાહુલ ગાંધીએ વિપક્ષી પાર્ટીઓનાં નેતાઓને નાસ્તા માટે બોલાવીને રણનીતિ બનાવી હતી. આ પછી રાહુલ ગાંધી પેટ્રોલ-ડીઝલનાં વધતા ભાવ સામે તમામ નેતાઓ સાથે સાયકલ દ્વારા સંસદ ભવન પહોંચ્યા હતા. એટલું જ નહીં, રાહુલ ગાંધી એક દિવસ ટ્રેક્ટર પર સંસદ ભવન પહોંચીને પોતાને ખેડૂતોની સાથે ઉભા હોવાનુ બતાવવા માટે પહોંચ્યા હતા. દિલ્હીનાં વિજય ચોકમાં વિપક્ષી નેતાઓ સાથે ઉભા રહેલા રાહુલ ગાંધીએ કહ્યું કે, આજે અમે અહીં મીડિયા સાથે વાત કરવા આવવું પડ્યું કારણ કે અમને (વિપક્ષ) સંસદમાં બોલવાની મંજૂરી નથી. આ લોકશાહીની હત્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, સંસદનું સત્ર પૂરું થઈ ગયું છે. જ્યાં સુધી દેશનાં 60 ટકા લોકોનો સવાલ છે, ત્યાં સુધી સંસદનું કોઈ સત્ર થયું નથી. ગઈકાલે રાજ્યસભામાં રાષ્ટ્રનો 60 ટકા અવાજ કચડી, અપમાનિત અને મારવામાં આવ્યો હતો.

આ પણ વાંચો – Burj Khalifa Emirates Ad / વિશ્વની સૌથી ઉંચી ઇમારત બુર્જ ખલીફાની ટોચ પર ઉભા રહીને જાહેરાત શૂટ કરવામાં આવી, આવો જોઈએ રોમાંચક વિડીયો

પદયાત્રામાં સામેલ શિવસેના નેતા સંજય રાઉતે જણાવ્યું હતું કે, વિપક્ષને સંસદમાં પોતાના મંતવ્યો રજૂ કરવાની તક મળી નથી. મહિલા સાંસદો સામે ગઈકાલની ઘટના લોકશાહી વિરુદ્ધ હતી. એવું લાગ્યું કે, આપણે પાકિસ્તાન સરહદ પર ઉભા છીએ. શિવસેના સાંસદ સંજય રાઉતે વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે રાજ્યસભામાં બિલ પસાર થઈ રહ્યું હતું ત્યારે માર્શલ બોલાવવામાં આવ્યા હતા.

અમને ડરાવવા માંગો છો? વિપક્ષ સંપૂર્ણપણે એકસાથે છે. 20 ઓગસ્ટે સોનિયા ગાંધી કોંગ્રેસ શાસિત રાજ્યો સાથે વાત કરશે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પણ આ બેઠકમાં હાજરી આપશે.