OMG!/ કોમામાં હતી મહિલા, ડોક્ટરે આપી Viagra ની દવા અને પછી જે થયુ…

કોરોનાની ભયાનક મહામારીએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. આ બિમારીનાં કારણે કરોડો લોકોએ જીવ ગુમાવ્યા છે. સંક્રમણને રોકવા માટે વિશ્વભરમાં રસીકરણ કરવામાં આવે છે.

Ajab Gajab News
કોમામાં નર્સ અને વાયગ્રા

કોરોનાની ભયાનક મહામારીએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. આ બિમારીનાં કારણે કરોડો લોકોએ જીવ ગુમાવ્યા છે. સંક્રમણને રોકવા માટે વિશ્વભરમાં રસીકરણ કરવામાં આવે છે, પરંતુ સારવાર માટે, ઘણા દેશોમાં વિવિધ પ્રયોગો કરવામાં આવ્યા છે. પરંતુ આ દરમ્યાન કોરોનાની સારવારને લઈને આવા સમાચાર સામે આવ્યા છે, જેને સાંભળીને તમે ચોંકી જશો. જણાવી દઇએ કે, વાયગ્રાની મદદથી મહિલા નર્સને કોરોનાથી બચાવી લેવામાં આવી હતી.

આ પણ વાંચો – સાવધાન! / સતત વધતા કોરોનાનાં કેસે આપ્યો પ્રતિબંધને આવકારો, હેર સલૂન અને બ્યૂટી પાર્લર માટે જાહેર નવી ગાઈડલાઈન

પ્રાપ્ત માહિતી અનુસાર, ઈંગ્લેન્ડનાં ગેન્સબરો લિંકનશાયરની રહેવાસી નર્સ મોનિકા સંક્રમિત થયા બાદ કોમામાં જતી રહી હતી. તે છેલ્લા 28 દિવસથી કોમામાં હતી. મોનિકાને હોશમાં લાવવા માટે, ડોકટરોએ ઇરેક્ટાઇલ ડિસફંક્શન માટે દવાનો ઉપયોગ કર્યો. મોનિકાએ જણાવ્યું કે જ્યારે હું હોશમાં આવી ત્યારે ડોક્ટરે મને કહ્યું કે મને વાયગ્રાની મદદથી હોશમાં લાવવામાં આવી છે. શરૂઆતમાં મને આ બધુ મજાક લાગ્યુ. પરંતુ તેણે કહ્યું કે, વાસ્તવમાં મને વાયગ્રાનો હેવી ડોઝ આપવામાં આવ્યો છે. મોનિકાએ કહ્યું કે તે વાયગ્રાની દવા હતી, જેણે મારો જીવ બચાવ્યો. 48 કલાકમાં મારા ફેફસાં કામ કરવા લાગ્યા. મને અસ્થમા પણ છે, જેના કારણે મારું ઓક્સિજનનું સ્તર ઘટી રહ્યું હતું. હવે મોનિકા પહેલા કરતા સારી છે અને તેના ઘરે વધુ સારવાર લઈ રહી છે.

આ પણ વાંચો – રાસાયણિક ખાતર ના ભાવ માં ફરી ભડકો.. /  રૂ 1040 ની પોટાશ ની બેગ હવે રૂ 1780 માં પડશે ,રૂ 740 પર બેગે ખેડૂતો ને વધુ ચૂકવવા પડશે..

આપને જણાવી દઈએ કે, મોનિકા NHS લિંકનશાયરમાં કોરોના દર્દીઓની સારવાર કરતી હતી. આ સમય દરમ્યાન, તેને ઓક્ટોબરમાં કોરોના થયો હતો. ધીરે ધીરે તેની તબિયત વધુ બગડવા લાગી અને લોહીની ઉલ્ટી પણ થવા લાગી. આ પછી તેણે હોસ્પિટલમાં તેની સારવાર કરાવી, ત્યાંથી તેને ટૂંક સમયમાં રજા આપવામાં આવી. પરંતુ ઘરે પહોંચતાની સાથે જ મોનિકાને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી, ત્યારબાદ તે સીધી લિંકન કાઉન્ટી હોસ્પિટલ ગઈ. ત્યાં તેની સારવાર શરૂ કરવામાં આવી હતી, પરંતુ તેનું ઓક્સિજનનું સ્તર સતત ઘટી રહ્યું હતું, જેના પછી તેને ICUમાં દાખલ કરવામાં આવી હતી. 16 નવેમ્બરે તે કોમામાં જ ચાલી ગઈ હતી.