કોરોનાની ગાઈડ લાઈન સાથે મંદિરો ખુલી ગયા છે. પરતું હજુ સુધી મંદિરોમાં ઘંટનાદ કરવામાં આવતો નથી. ત્યારે રાજકોટમાં આવેલા વિશ્વકર્મા મંદિરમાં ઘંટનાદ પણ થાય છે. અને કોરોનાની ગાઈડ લાઈનનું પાલન પણ. તો કેવી રીતે ઘંટનાદ સાથે ભક્તો દર્શન કરે છે. જાણો કેવી રીતે આવુ બન્યુ શક્ય આ અહેવાલમાં

આ દ્રશ્યો છે રંગીલા રાજકોટના દીવાન પરા રોડ પર આવેલા વિશ્વકર્મા મંદિરના, જ્યા ભાવિકો ભગવાન ના દર્શન પણ કરે છે અને ઘંટનાદ પણ કરે છે. કોરોના કાળમાં ઘંટ વગાડવા ઉપર પ્રતિબંધ છે. જોકે વિશ્વકર્મા ના મંદિરમાં ઘંટનાદ તો થાય છે પણ ઘંટ ને હાથ લગાવ્યા વગર જ. જી હા, ઘંટને અડ્યા વગર જ ભક્તો ઘંડનાદ વગાડે છે. હિન્દૂ ધર્મમાં ઘંટનાદ વગર દર્શન કેવી રીતે થઈ શકે, ભાવિકોની લાગણી ઓને ધ્યાને ઘંટ વગાડવામાં આવે છે. અને કોરોનાની ગાઈડ લાઈનનું પણ પાલ કરવામાં આવે છે.
![]()
રાજકોટના વિશ્વકર્મામાં મંદિરમાં મુકવામાં આવ્યો છે સેન્સર વાળો ઘંટ. સૌરાષ્ટ્રમાં પહેલું એવું મંદિર છે જ્યાં સેન્સર ધરાવતો ઘંટ મુક્યો છે. આ ઘંટ મુકવામાં આવતા ભાવિકો પણ ખુશખુશાલ છે. અને પોતાની ધાર્મિક લાગણીઓ પણ સંતોષી રહ્યાં છે.

મંદિરમાં એક સેન્સર લગાડવામાં આવ્યું છે. આ સેન્સર સામે હાથ બતાવવા થી જાતે જ ઘંટનાદ થઈ જાય છે. આ રીતે આ મંદિરમાં કોરોના ગાઈડલાનના પાલન સાથે ભક્તો દર્શન કરી શકે છે. અને મંદિર માં ઘંટ નાદ પણ ગુંજે છે. અને ભાવિકોની આસ્થા પણ જળવાઈ છે.
@મયુર સોની, મંતવ્ય ન્યૂઝ-રાજકોટ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
