ક્રિકેટ/ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની એક જ ફાઈનલ હોવી જોઇએ જે રોમાંચિત હોય છે : કેન વિલિયમસન

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ રોમાંચક હતી

Sports

આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં ન્યુઝીલેન્ડની ટીમને ચેમ્પિયન બનાવનાર કેન વિલિયમસનનો ભારતીય કેપ્ટન વિરાટ કોહલીથી સાવ જુદો મત છે વિરાટે ન્યુઝીલેન્ડની ટીમથી હાર્યા બાદ કહ્યું હતું કે ડબલ્યુટીસીના વિજેતાને પસંદ કરવા માટે બેસ્ટ ઓફ થ્રી એટલે કે ત્રણ મેચ રમવી જોઈએ. જો કે, વિલિયમસન એવું માનતા નથી. ન્યુઝીલેન્ડના કેપ્ટને કહ્યું કે ડબલ્યુટીસીની ફાઇનલ રોમાંચિત હોય છે એકવારમાં કંઇ પણ થઈ શકે છે.એક જ ફાઇનલ હોવી જોઇએ.

કેન વિલિયમ્સને કહ્યું, ‘મને લાગે છે કે ફાઇનલનો ઉત્તેજક ભાગ એ છે કે એકવારમાં કંઇ પણ  થઈ શકે છે. આપણે જાણીએ છીએ કે ક્રિકેટ કેટલું અનિચ્છિતા ભર્યુ છે અને અન્ય ટૂર્નામેન્ટ્સ, વર્લ્ડ કપ અને અન્ય તમામ ફોર્મેટમાં આ જોયું છે. એક જ ફાઇનલમાં રોમાંચ હોય , જે તેને આકર્ષક બનાવે છે, એકવારમાં  કંઈ પણ થઈ શકે છે.

મને લાગે છે કે બંને ટીમો માટે દલીલો છે અને મને લાગે છે કે સૌથી મોટો પડકાર શિડ્યુલનો થશે, કારણ કે વધારે ક્રિકેટ વચ્ચે શ્રેણીનું આયોજન કરવું મુશ્કેલ બનશે તમારી પાસે એક સીરીઝ હશે અને વધારે ક્રિકેટ હશે તો તમે સારૂ કરી શકશો.વાત સાચી છે કે આ એક રોમાંચક મેચ હતી,પહેલીવાર એવી સીરિઝ થઇ ,બન્ને ટીમો રમવા માટે તૈયાર હતી.