Gujarat News : રાજ્યના હવામાનમાં પલ્ટો આવશે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આ આગાહી કરવામાં આવી છે. જેમાં સવારમાં ઠંડીનો માહોલ રહેશે. જોકે આવતીકાલે હવામાન ચોખ્ખુ રહેશે. જ્યારે આગામી 27 જાન્યુઆરીથી ઠંડી ગાયબ થશે. તે સિવાય દક્ષિણ ગુજરાતમાં હવામાન પલટાશે. જેમાં આગામી 30 જાન્યુ.થી 5 ફેબ્રુઆરી વચ્ચે વાદળો ઘેરાશે.
ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં છાંટા પડશે. સાબરકાંઠા, પંચમહાલ સહિત પૂર્વમાં કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.જ્યારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ પડશે. દક્ષિણ, સૌરાષ્ટ્ર ઉપરાંત કચ્છ અને પંચમહાલનું હવામાન બદલાશે. જ્યારે આગામી 19 ફેબ્રુઆરીથી ગરમીની શરૂઆત થશે. આ વખતે ઉનાળાની ગરમી પણ આક્રમક રહેશે