Air India: કેરળ (Keral)ની રાજધાની તિરુવનંતપુરમ (Tiruvantpuram) સ્થિત એરપોર્ટ (Airport) પર હંગામો થયો હતો. મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ (Mumbai)થી આવી રહેલી એર ઈન્ડિયા (Air India) ની ફ્લાઈટમાં બોમ્બ (Bomb Threat) હોવાના સમાચાર મળ્યા હતા. ત્યારબાદ તિરુવનંતપુરમ એરપોર્ટ પર તાત્કાલિક ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. હજુ સુધી પ્લેનમાંથી મુસાફરોને બહાર કાઢવાની માહિતી સામે આવી નથી. જો કે બોમ્બના સમાચારને પગલે સમગ્ર એરપોર્ટ પર અરાજકતાનો માહોલ છે.

એરપોર્ટ પરથી કહેવામાં આવ્યું કે એર ઈન્ડિયાની ફ્લાઈટ 657 તિરુવનંતપુરમ એરપોર્ટ પર લેન્ડ થઈ છે. બોમ્બના સમાચાર બાદ ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. હાલ વિમાનને આઈસોલેશન બેમાં રાખવામાં આવ્યું છે. ટૂંક સમયમાં જ મુસાફરોને વિમાનમાંથી બહાર કાઢવામાં આવશે. એરક્રાફ્ટને આઈસોલેશન બેમાં રાખવામાં આવ્યા હોવાથી અન્ય એરક્રાફ્ટને કોઈ ખતરો નથી. હાલમાં, બોમ્બના સમાચાર અફવા છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે, કારણ કે મોટાભાગના કિસ્સાઓમાં આવું બન્યું છે.

મુંબઈ-તિરુવનંતપુરમ ફ્લાઈટના પાઈલટે એર ટ્રાફિક કંટ્રોલને બોમ્બની ધમકી વિશે જાણ કરી હતી. જે ફ્લાઇટ સવારે 8.10 વાગ્યે તિરુવનથપુરમ પહોંચવાની ધારણા હતી તે ખતરાને કારણે વહેલી ઉતરી ગઈ હતી. ફ્લાઈટ AI 657 ગુરુવારે સવારે 5.45 વાગ્યે મુંબઈ એરપોર્ટથી રવાના થઈ હતી.
આ પણ વાંચો: ઉત્તરાખંડમાં ચોંકાવનારો કિસ્સો, 7 મહિનાના બાળકના પેટમાંથી મળી આવ્યો ભ્રૂણ.
આ પણ વાંચો: જો તું લગ્ન નહી કરે તો… 87 સિમ બદલાવીને મહિલા ઈન્સ્પેક્ટરને હેરાન કરતો રહ્યો વ્યક્તિ
