Trending/ ઘરની સજાવટ માટે વેચાઇ રહ્યો છે આ ‘એલિયન પથ્થર’, કિંમત જાણીને હોશ ઉડી જશે

મોટેભાગે લોકો તેમના ઘરને સજાવવા માટે અનોખા કામ કરે છે, જેના માટે લોકો પાણીની જેમ પૈસા વેડફવા તૈયાર હોય છે. જો તમે પણ તમારા ઘરને અન્ય કરતા અલગ બનાવવા માંગતા હોય તો આ સમાચાર તમારા માટે છે. શું તમે તમારા ઘરને પથ્થરોથી સજાવવા માંગો છો. તો હાલ પથ્થરોની હરાજી કરવામાં આવી રહી છે. આ પથ્થર […]

World

મોટેભાગે લોકો તેમના ઘરને સજાવવા માટે અનોખા કામ કરે છે, જેના માટે લોકો પાણીની જેમ પૈસા વેડફવા તૈયાર હોય છે. જો તમે પણ તમારા ઘરને અન્ય કરતા અલગ બનાવવા માંગતા હોય તો આ સમાચાર તમારા માટે છે. શું તમે તમારા ઘરને પથ્થરોથી સજાવવા માંગો છો. તો હાલ પથ્થરોની હરાજી કરવામાં આવી રહી છે. આ પથ્થર પૃથ્વી પર અવકાશમાંથી પડ્યાં છે. હવે આ તમામ કાચની જેમ કોતરવામાં આવ્યા છે જેથી તેની હરાજી થઈ શકે.

Alien Crystal Ball Auction

ઉલ્કાઓ પૃથ્વી પર ઘણી વખત અવકાશમાંથી નીચે આવી છે, જે હવે ક્રિસ્ટલ બોલ્સમાં તૈયાર કરી વેચવાની તૈયારી કરવામાં આવી રહી છે. ક્રિસ્ટલ બોલની હરાજી પ્રખ્યાત ઓક્શન હાઉસ ક્રિસ્ટીઝ દ્વારા કરવામાં આવી રહી છે. આ કિંમતી પથ્થરોની હરાજીની પ્રક્રિયા ઓનલાઇન શરૂ થઈ છે, તેથી તમારામાંથી કોઈપણ જે તેને ખરીદવા માંગે છે તે ક્રિસ્ટીઝ વેબસાઇટની મુલાકાત લઈને ખરીદી શકે છે. આ ક્રિસ્ટલ બોલમાં મોટાભાગના પથ્થરો સીમચૈન ઉલ્કાના છે. આ ઉલ્કાપિંડ જૂન 1967માં સાઇબિરીયામાં પડ્યા હતા. આ સિવાય ઘણા કિંમતી પથ્થરો તેમાં સ્થાપિત છે.

Alien Crystal Ball Auction

આ ક્રિસ્ટલ બોલમાં મોટાભાગના સિમચૈન ઉલ્કાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સિવાય આ ક્રિસ્ટલ બોલમાં કિંમતી પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઓક્સન હાઉસ ક્રિસ્ટીઓનું માનીએ તો, આ ક્રિસ્ટલ બોલની કિંમત 350,000 ડોલર એટલે કે 2.54 કરોડ રૂપિયા સુધી થઈ શકે છે. હાલમાં, આ બોલની હરાજી ડોલરથી હજારો ડોલર સુધીની શરૂ થઈ છે. આ ખરીદી પહેલાં મેટિયોરિટિકલ સોસાયટી પુષ્ટિ કરશે કે તે ઉલ્કા છે કે શું. આ પથ્થરોની તપાસ કરવાની પ્રક્રિયા હીરાની પ્રક્રિયા જેવી જ હશે.

Alien Crystal Ball Auction

આ પથ્થર એટલે વધુ ખર્ચાળ છે છે કારણ કે તે બતાવે છે કે કેવી રીતે સૂર્ય, ચંદ્ર અને અન્ય ગ્રહો રચાય છે. ક્રિસ્ટીના વિજ્ઞાનિક અને પ્રાકૃતિક ઇતિહાસ વિભાગના વડા જેમ્સ હિસ્લોપે જણાવ્યું હતું કે ઉલ્કાના પથ્થરો ચાર એસ પર માપવામાં આવે છે. કદ, આકાર, કહાની અને વિજ્ઞાન. અંતરિક્ષમાંથી પડતા મોટા પથ્થરો નાના પથ્થરોની તુલનામાં વધારે કિંમતી માનવામાં આવે છે.