અવસાન/ 30 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી ગઈ આ પ્રખ્યાત રેસલર

WWE ના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર પણ ટ્વીટ કર્યું, “ટફ ઇનફ” વિજેતા, લી રમતગમત-મનોરંજન જગતમાં ઘણા લોકો માટે પ્રેરણારૂપ છે. WWE તેના કુટુંબ, મિત્રો અને ચાહકો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરે છે..”

Trending Sports
રેસલર

ભૂતપૂર્વ વર્લ્ડ રેસલિંગ એન્ટરટેઈનમેન્ટ, WWE રેસલર સારા લીનું શુક્રવારે નિધન થયું છે. તેણી 30 વર્ષની હતી. આટલી નાની ઉંમરમાં તેમનું અવસાન થતાં સમગ્ર કુસ્તી જગતમાં શોકની લહેર છે. તેના મૃત્યુના આ સમાચાર સારાની માતા ટેરી લીએ શેર કર્યા હતા અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પુત્રીના મૃત્યુની માહિતી આપી હતી. કહેવામાં આવી રહ્યું છે કે તે સાઇનસ ઇન્ફેક્શનથી પીડિત હતી. આપને જણાવી દઈએ કે સારા લીએ 2015માં વર્લ્ડ રેસલિંગ એન્ટરટેઈનમેન્ટ (WWE) રિયાલિટી કોમ્પિટિશન સીરિઝ ટફ ઈનફ જીતી હતી.

સારાએ બહુ જલ્દી દુનિયા છોડી દીધી

સારા લીની માતાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું, “ભારે હૃદય સાથે અમે જાહેરાત કરવા માંગીએ છીએ કે અમારી પુત્રી સારા વેસ્ટન જીસસ સાથે રહેવા ગઈ છે. અમે બધા આઘાતમાં છીએ અને વ્યવસ્થા પૂર્ણ નથી. અમે ઇચ્છીએ છીએ કે તમે અમારા પરિવારને આદરપૂર્વક શોક કરવા દો.” વધુમાં, WWE ના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર પણ ટ્વીટ કર્યું, “ટફ ઇનફ” વિજેતા, લી રમતગમત-મનોરંજન જગતમાં ઘણા લોકો માટે પ્રેરણારૂપ છે. WWE તેના કુટુંબ, મિત્રો અને ચાહકો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરે છે..”

કોણ છે સારા લી

સારા એન લી એક અમેરિકન ટેલિવિઝન સેલિબ્રિટી અને પ્રોફેશનલ રેસલર હતી. લીનો જન્મ અને ઉછેર હોપ ટાઉનશીપ, મિશિગનમાં થયો હતો. તે 2015 અને 2016 ની વચ્ચે WWEમાં તેના શાનદાર પ્રદર્શન માટે જાણીતી હતી. 2015 માં, તે WWE સ્પર્ધા ટફ ઇનફની છઠ્ઠી સીઝનની મહિલા વિજેતા હતી. સારા લીના પરિવારમાં તેના કુસ્તીબાજ પતિ વેસ્ટિન બ્લેક અને ત્રણ બાળકો છે.

આ પણ વાંચો:છેલ્લી T-20 મેચમાં આફ્રિકાએ ભારતને 49 રને હરાવ્યું, ભારતે સીરિઝ 2-1થી જીતી

આ પણ વાંચો: સંજુ સેમસનની ધમાકેદાર ઇનિંગ્સ નિરર્થક, દક્ષિણ આફ્રિકાએ ભારતને 9 રને હરાવ્યું

આ પણ વાંચો: બેંગલુરુ બુલ્સે રોમાંચક મેચમાં તેલુગુ ટાઇટન્સને 34-29થી હરાવ્યું, દિગ્ગજ ખેલાડીઓ ફ્લોપ