પાકિસ્તાનમાં રમાઈ રહેલી પાકિસ્તાન સુપર લીગ (PSL 2022)માં શુક્રવારે ક્વેટા ગ્લેડીયેટર્સ અને પેશાવર ઝાલ્મી વચ્ચે રમાયેલી મેચમાં પેશાવરે ક્વેટા સામે 191 રનનાં લક્ષ્યાંકનો પીછો કર્યો હતો. આ મેચમાં શોએબ મલિકે શાનદાર ઇનિંગ રમીને પેશાવરને જીત અપાવી હતી. ક્વેટાનાં બોલરો પ્રારંભિક સફળતા બાદ પેશાવરનાં રનરેટને રોકવામાં નિષ્ફળ રહ્યા હતા.
આ પણ વાંચો – પુષ્પા ફિલ્મ ક્રેઝ / ટીમ ઈન્ડિયાનાં ઓલરાઉન્ડરે તેના નાની સાથે કર્યો પુષ્પા ફિલ્મનો સિગ્નેચર સ્ટેપ, Video
ક્વેટા તરફથી માત્ર નસીમ શાહ સારી બોલિંગ કરી પેશાવરને પડકારવામાં સફળ રહ્યો હતો. તેની શાનદાર બોલિંગ હોવા છતાં તે તેના ફેવરિટ ફિલ્ડ માટે કેપ્ટન સરફરાઝ સાથે હાથ મિલાવતો જોવા મળ્યો હતો. ફાસ્ટ બોલર નસીમ સિવાય તમામ બોલરો એક ઓવરમાં લગભગ 10 રન ખર્ચતા જોવા મળ્યા હતા. નસીમે 3.4 ઓવરમાં 5.18ની ઈકોનોમીમાં માત્ર 19 રન આપ્યા અને 1 વિકેટ પણ લીધી. નસીમ પેશાવરની ઈનિંગની 16મી ઓવર કરવા માટે આવ્યો, પ્રથમ ત્રણ બોલ પછી, ચોથા બોલ માટે, સર્કલની અંદર ફાઇન લેગ અને મિડવિકેટમાં એક ફિલ્ડરને ગોઠવવાની વિનંતી કરી રહ્યો હતો. સરફરાઝે તેના બોલર નસીમની આ વિનંતીને સંપૂર્ણપણે અવગણી હતી. જે પછી નસીમે હાથ જોડીને કેપ્ટન સરફરાઝને કહ્યું કે તમારે આવું મેદાન જ સેટ કરવું જોઈએ. જણાવી દઇએ કે, તે સમયે પેશાવરને જીતવા માટે 27 બોલમાં 43 રનની જરૂર હતી, શોએબ મલિક અને હુસૈન તલત ક્રીઝ પર હાજર હતા. શોએબ મલિકે 32 બોલમાં 48 રન અને હુસૈન તલાતે 29 બોલમાં 52 રન ફટકારીને પેશાવરને જીત અપાવી હતી.
https://twitter.com/taimoorze/status/1487142639665401860?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1487142639665401860%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.aajtak.in%2Fsports%2Fcricket%2Fstory%2Fpsl-2022-fast-bowler-naseem-shah-had-to-fold-hands-in-front-of-captain-sarfaraz-ahmed-in-quetta-gladiators-vs-peshawar-zalmi-match-tspo-1401504-2022-01-29
આ પણ વાંચો – PSL 2022 / શોએબ મલિકની ધમાકેદાર બેટિંગનાં દમ પર Peshawar Zalmi એ 5 વિકેટે જીતી મેચ
પાકિસ્તાન સુપર લીગમાં શનિવારે બે મેચ રમાશે. શનિવારે પ્રથમ મેચ મુલ્તાન સુલ્તાન અને લાહોર કલંદર વચ્ચે રમાશે જ્યારે બીજી મેચ કરાચી કિંગ્સ અને ક્વેટા ગ્લેડીયેટર્સ વચ્ચે રમાશે. કરાચી કિંગ્સ અને ક્વેટા ગ્લેડીયેટર્સ તેમની પ્રથમ મેચ હારી ગયા હતા.
