દુનિયામાં ઘણી એવી જગ્યાઓ છે જ્યા એવા બનાવો બનતા હોય છે કે જેને સાંભળી આપણને આપણા કાન પર ભરોસો રહેતો નથી. આવી એક ઘટના બ્રિટેનનાં કુમ્બ્રિયાથી સામે આવી છે. જ્યા એક મહિલાએ પોતાના જ ભાઇનાં બાળકને જન્મ આપ્યો છે. આની પાછળનું કારણ ભાઈનાં ગે રિલેશનશિપમાં હોવુ અને કોઇ અજાણી મહિલા પર સરોગેસી માટે ભરોસો નહી કરી શકવો બતાવવામાં આવી રહ્યુ છે. મહિલાએ ભાઈનાં ગે પાર્ટનરનાં સ્પર્મની મદદથી બાળકને જન્મ આપ્યો છે.

કુમ્બ્રિયા, યુ.કે. માં રહેતી 27 વર્ષીય મહિલા ચેપલ કૂપરએ સરોગેટ માતા તરીકે બાળકને જન્મ આપ્યો. કૂપરનો એગ સેલ અને ભાઇનાં પાર્ટનરનાં સ્પર્મનો પ્રજનન માટે ઉપયોગ કરવામાં આવ્યો છે. કુપરની સરોગસી માતા હોવાના કારણે, તેમના ભાઈ સ્કોટ સ્ટીફેન્સન અને તેના પાર્ટનર માઇકલ સ્મિથ પ્રાઉડ પેરેન્ટ્સ બન્યા છે. તેમણે એક બેબી બાળકને જન્મ આપ્યો છે. ભાઈનાં બાળકને જન્મ આપવાને કારણે કૂપર બાળકની બાયોલોજિકલ માતા અને આંટી પણ કહેવાશે.

કૂપર પહેલેથી જ એક પુત્રીની માતા છે. જ્યારે તેણે સરોગેસી અને અડોપ્શનમાં થનારી મુશ્કિલો અને ખર્ચ વિશે જાણ્યુ તો ત્યારે તેણે પોતે જ બાયોલોજિકલ માતા બનવાનો નિર્ણય કર્યો. કૂપરનાં ભાઈ અને તેના પાર્ટનરએ ફેસબુક પોસ્ટમાં બહેનની પ્રશંસા કરી અને તેને સુપર હ્યૂમન બતાવી લખ્યુ કે, કૂપરની ક્ષમતા, ભાવના અને સારા હૃદયએ અમને ખુશી આપી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
