Rajkot/ પાઈપ અને તલવારના ઘા ઝીકી દેવીપૂજક યુવાનની હત્યા

એક સમયે શાંત શહેર તરીકે ઓળખાતું રાજકોટ હવે ગુનાખોરીનો અડ્ડો બની ગયું હોય તેવું લાગી રહ્યું છે.રાજકોટમાં વધુ એક હત્યાનો બનાવ બન્યો છે. નવાગામમાં પાઇપ-તલવારના ઘા ઝીંકી દેવીપૂજક

Top Stories Gujarat

એક સમયે શાંત શહેર તરીકે ઓળખાતું રાજકોટ હવે ગુનાખોરીનો અડ્ડો બની ગયું હોય તેવું લાગી રહ્યું છે.રાજકોટમાં વધુ એક હત્યાનો બનાવ બન્યો છે. નવાગામમાં પાઇપ-તલવારના ઘા ઝીંકી દેવીપૂજક યુવાનની હત્યા નિપજાવવામાં આવી છે. મામાવાડી વિસ્તારમાં આ ઘટના સાંજે 4 વાગ્યા આસપાસ બની છે. હત્યાનું કારણ સામે ન આવતા કુવાડવા રોડ પોલીસના પીઆઇ વાળા અને સ્ટાફે વધુ તપાસ હાથ ધરી છે તેમજ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

Rajkot / કાલથી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓના શાળાકીય શિક્ષણનો શુભારં…

આ અંગે પોલીસ વિભાગના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે મૃતક આકાશ પોલાભાઈ કાંજીયા(ઉ.વ.22, રહે. નવાગામ, મામાવાડી) રીક્ષા ચાલક છે. આજે સાંજે ચારેક વાગ્યા આસપાસ પોતાના ઘર પાસે હતો ત્યારે કેટલા શખ્સોએ તેના પર તલવાર અને પાઇપ સહિતના હથિયારથી હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્ત હાલતમાં જ તેને સિવિલ હોસ્પિટલમાં 108 એમ્બ્યુલન્સ મારફત ખસેડાયો હતો. જ્યાં તબીબોએ તપાસી તેને મૃત જાહેર કર્યો હતો.

rajkot
devipujak

Indian Army / ડીઆરડીઓની લદાખ સિયાચીન સરહદે ફરજ બજાવતા જવાનોને ભેટ, ઠંડી સા…

આ ઉપરાંત એ જાણવા મળ્યું છે કે મૃતકના પિતા પણ રીક્ષા ચાલક છે. બનાવની જાણ થતાં જ મૃતકના પિતા, માતા લાભુબેન, બહેન સુનિતા, ભાઈઓમાં વિજય, અજય, અરવિંદ સહિતના પરિવારજનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. મૃતક આકાશ ચાર ભાઈ એક બહેનમાં નાનો હતો. યુવાનના મોતથી દેવીપૂજક પરિવારમાં આક્રંન્દ છવાયો છે.મૃતકના બનેવી ગોપાલભાઈએ જણાવ્યું હતું કે, ક્યાં કારણોસર આકાશની હત્યા કરવામાં આવી તેની અમને જાણ નથી. એક આરોપીને તેઓ જોઈને ઓળખી શકે છે બાકીના તમામ અજાણ્યા શખ્સો હતા.

rajkot
devipujak

Maharashtra / ઉદ્ધવ સરકારે ફડણવીસ-રાજ ઠાકરેની સુરક્ષા ઘટાડી, ભાજપે કર્યો પ…

આ તરફ હત્યાની ઘટના ઘટના બાદ તરત જ કુવાડવા રોડ પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. તેમજ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવા જરૂરી કાગળ કાર્યવાહી કરી હતી. હત્યાનું કારણ જાણવા કુવાડવા રોડ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે તેમજ આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી છે. આરોપીઓ ઝડપાયા બાદ હત્યાનું કારણ સામે આવી શકે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…