Shrinagar News : પહેલગામમાં અંઘાઘૂંધ ગોળીબાર કરીને આતંકવાદીઓે પ્રવાસીઓમાં ગભરાટ ફેલાવી દીધો હતો. પ્રવાસીઓ ડરથી અહીં-ત્યાં દોડવા લાગ્યા. આ દરમિયાન, સૈયદ આદિલ હુસૈન શાહ નામના પોની સવારે બહાદુરી બતાવી અને આતંકવાદીઓ પાસેથી બંદૂક છીનવી લેવાનો પ્રયાસ કર્યો. જોકે, આ દરમિયાન આદિલ હુસૈનનું મોત થયું હતું.
આદિલ હુસૈન પ્રવાસીઓને ઘોડા પર બેસાડીને ફરવા લઈ જતો હતો. તેણે એક આતંકવાદી પાસેથી રાઇફલ છીનવી લેવાનો પ્રયાસ કર્યો. સૈયદ આદિલ હુસૈન શાહ પ્રવાસીઓને કાર પાર્કિંગમાંથી બૈસરન એટલે કે ઘાસના મેદાનમાં લઈ જતા હતા. ત્યાં પગપાળા જઈ શકાય છે. બંદૂક છીનવી લેવાનો પ્રયાસ કરતી વખતે આતંકવાદીઓએ તેને ગોળી મારી દીધી . આદિલ શાહે પોતાના ઘોડા પર બેસાડી રહેલા પ્રવાસીને બચાવવાનો પ્રયાસ કર્યો.
અહેવાલો અનુસાર, આતંકવાદીઓએ લોકોને તેમના ધર્મ વિશે પૂછ્યું અને તેમને કલમાનો પાઠ કરવાનું કહ્યું. આ પછી તેઓએ 28 પ્રવાસીઓને મારી નાખ્યા. આ હુમલામાં માર્યા ગયેલા આદિલ શાહ એકમાત્ર સ્થાનિક હતા. આદિલ હુસૈન પણ તેમના પરિવારનો એકમાત્ર કમાનાર સભ્ય હતો. તેમના પરિવારમાં તેમના વૃદ્ધ માતા-પિતા, પત્ની અને બાળકો છે. પરિવારે સરકારને ન્યાય માટે અપીલ કરી છે.આદિલના પિતા સૈયદ હૈદર શાહે ANI ને જણાવ્યું, ‘મારો દીકરો ગઈકાલે કામ કરવા માટે પહેલગામ ગયો હતો.
બપોરે ૩ વાગ્યાની આસપાસ, અમને હુમલાની જાણ થઈ. અમે તેને ફોન કર્યો, પણ તેનો ફોન બંધ હતો. બાદમાં, સાંજે ૪.૪૦ વાગ્યે, તેનો ફોન ચાલુ થયો, પરંતુ કોઈએ ફોન ઉપાડ્યો નહીં. અમે તરત જ પોલીસ સ્ટેશન ગયા. પછી અમને ખબર પડી કે તેને હુમલામાં ગોળી વાગી છે, આ માટે જે પણ જવાબદાર છે તેને સજા થવી જોઈએ.
આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. લોકો કહે છે કે આદિલ શાહે પોતાના જીવની પરવા કર્યા વિના બીજાઓને બચાવવાનો પ્રયાસ કર્યો. તેમની બહાદુરી હંમેશા યાદ રાખવામાં આવશે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે અને ગુનેગારોને પકડવાનો પ્રયાસ કરી રહી છે.
આ પણ વાંચો:પહલગામમાં આતંકવાદી હુમલા બાદ પીએમ મોદીએ અમિત શાહ સાથે કરી વાત,
આ પણ વાંચો:જમ્મુ-કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર હુમલો, આતંકવાદીઓએ કર્યો ગોળીબાર : એકનું મોત
