દિલ્હીમાં ટ્રાફિકને લઈને હવે કડક કાર્યવાહી જોવા મળશે. દિલ્હીના પરિવહન પ્રધાન કૈલાશ ગેહલોતે મંગળવારે વિધાનસભામાં જાહેરાત કરી હતી કે, દિલ્હીમાં ખાનગી બસો અને માલસામાન કેરિયર્સ માટે કડક લેન નિયમો 1 એપ્રિલથી લાગુ થશે. જો કોઈપણ વ્યક્તિ આ નિયમોનું ઉલ્લંઘન કરે છે અને ખોટી લેનમાં ડ્રાઇવિંગ કરે છે તો તેને 10,000 રૂપિયાનો દંડ અથવા છ મહિનાની જેલ થઈ શકે છે.
દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન ટ્રાફિક પોલીસના સહયોગથી એક એન્ફોર્સમેન્ટ ડ્રાઈવ ચલાવી રહ્યું છે, જેમાં દરેકે લેનમાં વાહન ચલાવવું પડશે. આ લાઈનોમાં મુખ્યત્વે બસ અને માલસામાનના વાહનો સવારે 8 થી 10 અને અન્ય વાહનો રાત્રે 10 થી સવારે 8 વાગ્યા સુધી દોડશે. જો કોઈ વાહન બીજી લેન પર જતું જોવા મળે તો તેની સામે મોટર વાહન અધિનિયમ, 1988ની કલમ 192-A હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. જેમાં 10,000 રૂપિયાનો દંડ અને છ મહિના સુધીની કેદની જોગવાઈ છે.
આ નિયમો અંગે દિલ્હીના પરિવહન મંત્રી કૈલાશ ગેહલોતે કહ્યું કે જો કોઈ બસ ડ્રાઈવર બસ લેનમાં નહીં ચલાવે તો તેને પહેલીવાર ગુનો કરવા બદલ 10,000નો દંડ ફટકારવામાં આવશે. બીજી વખત બસ ચાલક સામે ખતરનાક ડ્રાઇવિંગનો કેસ નોંધવામાં આવશે. ત્યારબાદ ત્રીજી અને ચોથી વખત આવું કરવા પર સજાની જોગવાઈ છે.
આ પણ વાંચો:અરવિંદ કેજરીવાલે ‘રોજગાર બજેટ’ને ઐતિહાસિક ગણાવ્યું, 5 વર્ષમાં 20 લાખ નોકરીઓ આપવાનું આપ્યું વચન
આ પણ વાંચો:ભરૂચની લેબર કચેરીમાં લાખો રૂપિયાનું કૌભાંડ, પટાવાળો બેંકના ચલણમાં જાતે જ સિક્કા મારતો
