New Delhi : એકથી વધુ સિમ કાર્ડ ધરાવતા લોકો માટે સારા સમાચાર છે. હવે રિચાર્જ ન કરાવવા પર પણ સિમ કાર્ડ 90 દિવસ માટે માન્ય રહેશે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ સિમ કાર્ડની માન્યતાને લઈને નવા નિયમો જારી કર્યા છે. નવા નિયમો ગ્રાહકોને વારંવાર રિચાર્જ કરવાથી બચવા અને ખર્ચ ઘટાડવામાં મદદ કરશે.
बिना रिचार्ज पर भी 90 days तक चलेगा रहेगा आपका सिम
TRAI का आदेश pic.twitter.com/wpH4iiRp4j
— DoT India (@DoT_India) January 22, 2025
20 રૂપિયા માટે 30 દિવસની વધારાની વેલિડિટીઃ જો તમારા નંબર પર 90 દિવસ સુધી કોઈ રિચાર્જ નથી અને 20 રૂપિયાનું પ્રીપેડ બેલેન્સ બાકી છે, તો કંપની 20 રૂપિયાને કાપીને 30 દિવસની વધારાની માન્યતા આપશે. આ રીતે તમારો નંબર કોઈપણ રિચાર્જ વિના 120 દિવસ સુધી સક્રિય રહી શકે છે.
આ પણ વાંચો: નવા સિમ કાર્ડની ખરીદી બનશે મુશ્કેલ, Fake કોલ સમસ્યા દૂર કરવા TRAIના કડક પગલાં
આ પણ વાંચો: TRAI ના નવા નિયમમાં ટેલિકોમ કંપનીઓને માત્ર Call અને SMS માટે રિચાર્જ વાઉચર આપવાનું ફરજિયાત કરાયું
આ પણ વાંચો: TRAIનો મેસેજ ટ્રેસીબિલિટીનો નિયમ આજથી લાગુ, 120 કરોડ મોબાઈલ યુઝર પર તેની શું અસર થશે?
