Not Set/ #TrainTicket / ટ્રેનની ટિકિટનું બુકિંગ આજે સવારે 10 વાગ્યાથી ઓનલાઇન શરૂ

કોરોના વાયરસ સંકટ અને લોકડાઉનનાં કારણે બંધ પડેલી ટ્રેન સેવાઓને ભારતીય રેલ્વે તબક્કાવાર પ્રારંભ કરવા જઇ રહી છે. દેશમાં ચાલી રહેલા કોરોના સંકટ વચ્ચે, ભારતીય રેલ્વેએ 1 જૂનથી 200 ટ્રેનો દોડાવવાનો નિર્ણય કર્યો છે, ઉપરાંત આજે સવારથી તેનુ ઓલાઇન બુકિંગ શરૂ થશે. શ્રમિક સ્પેશિયલ અને એર કન્ડિશન્ડ રાજધાની સ્પેશિયલ ટ્રેનો ચલાવ્યા પછી, નોન એર-કન્ડિશન્ડ સ્પેશિયલ […]

World

કોરોના વાયરસ સંકટ અને લોકડાઉનનાં કારણે બંધ પડેલી ટ્રેન સેવાઓને ભારતીય રેલ્વે તબક્કાવાર પ્રારંભ કરવા જઇ રહી છે. દેશમાં ચાલી રહેલા કોરોના સંકટ વચ્ચે, ભારતીય રેલ્વેએ 1 જૂનથી 200 ટ્રેનો દોડાવવાનો નિર્ણય કર્યો છે, ઉપરાંત આજે સવારથી તેનુ ઓલાઇન બુકિંગ શરૂ થશે.

શ્રમિક સ્પેશિયલ અને એર કન્ડિશન્ડ રાજધાની સ્પેશિયલ ટ્રેનો ચલાવ્યા પછી, નોન એર-કન્ડિશન્ડ સ્પેશિયલ ટ્રેનો પણ 1 જૂનથી દોડવા જઈ રહી છે. આ ટ્રેનોની ટિકિટ બુકિંગ 21 મે થી એટલે કે આજે સવારે 10 વાગ્યાથી શરૂ થશે. અગાઉ રેલ્વેએ ફક્ત નોન એસી ટ્રેનો ચલાવવાની વાત કરી હતી, પરંતુ હવે આ ટ્રેનોમાં એસી અને જનરલ કોચ પણ હશે. રેલ્વેએ કહ્યું છે કે, આ ટ્રેનો સંપૂર્ણ રીતે આરક્ષિત રહેશે, જેમાં એસી અને નોન-એસી કેટેગરી હશે. સામાન્ય કોચ પાસે બેઠક માટે રિઝર્વ બેઠકોની સુવિધા હશે. રેલ્વે એ 1 જૂનથી દોડતી 200 ટ્રેનોની સૂચિ બહાર પાડી છે. આપને જણાવી દઇએ કે, 21 મે નાં રોજ સવારે 10 વાગ્યે ટિકિટ બુકિંગ શરૂ થશે.

રેલ્વે ધીમે ધીમે લોકડાઉન વચ્ચે મુસાફરોની સેવાઓની તરફ આગળ વધી રહી છે. શ્રમિક સ્પેશિયલ અને રાજધાની સ્પેશિયલ ટ્રેનો ચલાવ્યા પછી, નોન એર-કન્ડિશન્ડ સ્પેશિયલ ટ્રેનો પણ 1 જૂનથી દોડાવા જઈ રહી છે. આ સાથે જ ખાસ શતાબ્દી ટ્રેન ચલાવવાની પણ તૈયારી ચાલી રહી છે. લોકડાઉનમાં વધતી છૂટથી મુસાફરોનું દબાણ પણ વધ્યું છે. આ જોતા ટૂંકા અંતરની શતાબ્દી ટ્રેન અને અન્ય પેસેન્જર ટ્રેનોનાં સંચાલન પર ગંભીરતાથી વિચારણા કરવામાં આવી રહી છે. જૂનમાં વધુ વિશેષ ટ્રેનો ચલાવવા પર ભાર મૂકવામાં આવશે. પરિસ્થિતિની સમીક્ષા કર્યા પછી નિયમિત ટ્રેનો દોડવાની સંભાવના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.