આફ્રિકાની નાઇજીરીયાની સરકારે દેશભરમાં ટ્વિટર સેવાઓ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધી છે, જેના કારણે શનિવારે લાખો લોકો ટ્વીટરને એક્સેસ કરવામાં અસમર્થ રહ્યા હતા. નાઇજીરીયાનાં ‘ધ એસોસિયેશન ઓફ લાઇસન્સ ટેલિકમ્યુનિકેશન ઓપરેટર્સ’ એ એક નિવેદનમાં જણાવ્યું છે કે તેના સભ્યોએ સરકારના નિર્દેશો અનુસાર ટ્વિટરની સેવાઓ સ્થગિત કરી દીધી છે.

ફેસબુકની મોટી કાર્યવાહી / અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડટ્રમ્પનુંએકાઉન્ટ 2 વર્ષ માટે સસ્પેન્ડ કરાયું
શુક્રવારે નાઇજીરીયાની સરકારે કહ્યું હતું કે, તે “માઇક્રોબ્લોગિંગ સાઇટ” ની સેવાઓને સ્થગિત કરી રહી છે ત્યારબાદ ટ્વિટરે અલગાવવાદી આંદોલન પર રાષ્ટ્રપતિ મોહમ્મદુ બુહારીનાં ટ્વિટને હટાવી દીધુ છે. માહિતી અને સંસ્કૃતિ મંત્રી લાઈ મોહમ્મદે શુક્રવારે કહ્યું હતું કે, સરકારી અધિકારીઓએ ટ્વિટરની સેવાઓ સ્થગિત કરવાનો નિર્ણય લીધો કારણ કે આ પ્લેટફોર્મનો ઉપયોગ “એવી પ્રવૃત્તિઓ માટે કરવામાં આવી રહ્યો છે કે જેમાં નાઇજીરીયાનાં કોર્પોરેટ અસ્તિત્વને નબળી પાડવાની ક્ષમતા ધરાવે છે.” રાષ્ટ્રપતિની પોસ્ટને હટાવવા બદલ તેમણે ટ્વિટરની ટીકા કરતા કહ્યું હતું કે, “નાઇજીરીયામાં ટ્વિટરનું મિશન શંકાસ્પદ છે” અને ટ્વિટર દ્વારા અગાઉ દેશની સરકાર વિરુદ્ધ ભડકાઉ ટ્વીટને અવગણવામાં આવી હતી. નોંધપાત્ર વાત એ છે કે, તાજેતરનાં મહિનાઓમાં, બિઆફરા અલગાવવાદી સંગઠન દ્વારા પોલીસ મથકો અને સરકારી ઇમારતો પર હુમલો કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

OMG! / લેન્ડમાઇન્સ શોધીને હજારો લોકોનો જીવ બચાવનાર અને બ્રિટેનનું સર્વોચ્ચ સન્માન પ્રાપ્ત આ ઉંદર હવે થયો સેવા-નિવૃત્ત
રાષ્ટ્રપતિનું ટ્વીટ આ સાથે સંબંધિત હતું. ટ્વીટમાં બુહારીએ “તેમની સાથે તેવુ જ વર્તન કરવાનો નિર્ણય લીધો છે, જે ભાષા તેમને સમજમાં આવે છે.” ટ્વિટરે બુહારીની આ પોસ્ટને અપમાનજનક ગણાવી હતી અને બુધવારે તેને હટાવી દીધી હતી. જો કે બીજી તરફ ટ્વિટરની સેવાઓ બંધ કરવાના સરકારનાં નિર્ણયની ઘણી ટીકા થઈ રહી છે.

