Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ હવે તમે ઈ-મેલ અને એપલ આઈડીથી લોગીન કરી શકશો, પાસવર્ડ યાદ રાખવાની જરૂર નથી 

નવા અપડેટ બાદ હવે ટ્વિટર પર લોગીન કરવું સરળ છે પરંતુ આ માટે જરૂરી છે કે તમે જે આઈડીથી લોગઈન કરી રહ્યા છો તે ટ્વિટર પર રજીસ્ટર થયેલ છે કે નહીં.

August 3, 2021August 3, 2021padma prajay
Tech & Auto

ટ્વિટરે આખરે ઈ-મેલ આઈડી અને એપલ આઈડીથી લોગઈન કરવાની સુવિધા આપી છે. હવે તમે તમારા ઈ-મેલ એકાઉન્ટ અને એપલ આઈડીથી ટ્વિટર પર લોગીન કરી શકશો. અત્યાર સુધી ટ્વિટર પર લોગીન કરવા માટે પાસવર્ડ જરૂરી હતો. ટ્વિટરની આ સુવિધાનું પરીક્ષણ ગયા સપ્તાહે જ કરવામાં આવ્યું હતું.

નવા અપડેટ બાદ હવે ટ્વિટર પર લોગીન કરવું સરળ છે પરંતુ આ માટે જરૂરી છે કે તમે જે આઈડીથી લોગઈન કરી રહ્યા છો તે ટ્વિટર પર રજીસ્ટર થયેલ છે કે નહીં. ટ્વિટરે ટ્વિટ કરીને નવા અપડેટ વિશે માહિતી આપી છે. અહીં એક વાત જાણવી જરૂરી છે કે જે યુઝર્સ આઇઓએસ પર ટ્વિટરનો ઉપયોગ કરી રહ્યા છે તે જ એપલ આઈડીથી લોગીન કરી શકશે.

તમને જણાવી દઈએ કે ટ્વિટર હવે અન્ય એક નવા ફીચરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે, જે પછી ટ્વિટર યુઝર્સ ટ્વિટર પર જ ખરીદી કરી શકશે. ટ્વિટરે શોપિંગ મોડલનું ટેસ્ટિંગ શરૂ કર્યું છે. ટ્વિટર શોપ મોડ્યુલ હાલમાં યુ.એસ. માં લોન્ચ કરવામાં આવ્યું છે. અન્ય દેશમાં તેના લોન્ચિંગ ના કોઇ સમાચાર નથી. ટ્વિટરે કહ્યું છે કે શોપિંગ ફીચરની હાલમાં માત્ર કેટલીક બ્રાન્ડ સાથે જ ચકાસણી કરવામાં આવી રહી છે, જેનો ઉપયોગ યુએસ યુઝર્સ આઇઓએસ ડિવાઇસ પર માત્ર અંગ્રેજીમાં જ કરશે.

Creating an account on Twitter just got simpler — use your Google account or Apple ID to sign in. pic.twitter.com/VwLLqAXx5p

— X India (@XCorpIndia) August 3, 2021

 

ટ્વિટરે પણ આ માહિતી પોતાના બ્લોગમાં આપી છે. ટ્વિટરનું શોપ મોડ્યુલ પ્રોફાઇલની ટોચ પર દેખાશે, જેમાં વ્યવસાયની તમામ વિગતો હશે. ટ્વિટર યુઝર્સ આવી પ્રોફાઈલની મુલાકાત લઈને ખરીદી કરી શકશે. જો વપરાશકર્તાઓ કોઈ ઉત્પાદનને પસંદ કરે છે, તો તેઓ તેના પર ટેપ કરી શકે છે અને તેને ખરીદી શકે છે. પ્રોડક્ટ ખરીદવા માટે યુઝરે ટ્વિટર એપમાંથી બહાર આવવું પડશે નહીં.

ટ્વિટરે કહ્યું છે કે શોપિંગ ફીચર હાલમાં ટેસ્ટિંગ હેઠળ છે. તે વપરાશકર્તાઓની સંખ્યા  અને પરીક્ષણમાં લોકોની પ્રતિક્રિયા જોયા પછી જ તમામ વપરાશકર્તાઓ માટે લોન્ચ કરવામાં આવશે. ટ્વિટર આ સુવિધા માટે અન્ય કેટલીક કંપનીઓ સાથે પણ વાતચીત કરી રહ્યું છે.

Post navigation

મુખ્યમંત્રી પદ પરથી હટતા જ ભષ્ટ્રાચાર મામલે યેદિયુરપ્પાને નોટિસ
લો બોલો હવે…પાકિસ્તાનનું પીએમ હાઉસ પણ ભાડે અપાશે

More Posts

IP Address/ WhatsApp પર તમારું લોકેશન કોઈપણ જાણી શકે છે, આ મહત્વપૂર્ણ સેટિંગને તરત જ બદલો

November 17, 2023Mansi Panara
Future Smartphones News

Tech News/ …તો આવા હશે ભવિષ્યમાં સ્માર્ટફોન? કોમ્પેક્ટ ફોનનો યુગ પાછો આવી શકે

February 11, 2023Rahul Rathod

Technology/ શું તમે ATM ફ્રોડથી બચવા માંગો છો ? તો આ 9 બાબતોનું ધ્યાન રાખો

August 15, 2021Hemangi jani
Xiaomi Smartphones

Tech News/ Xiaomi 12 સિરીઝનો પાવરફુલ કેમેરાવાળો સ્માર્ટફોન લોન્ચ, iPhone 13 ને આપશે ટક્કર

July 5, 2022Rahul Rathod

Not Set/ મોબાઈલ ફોન નંબરનાં અંક 10થી વધી થઇ શકે છે 11, ટ્રાઈ એ માગ્યો લોકોનો અભિપ્રાય

September 23, 2019September 23, 2019hardik shah

Technology/ તમે ઝૂમ પર આ રીતે વીડિયો કોલ રેકોર્ડ કરી શકો છો

August 14, 2021padma prajay

iPhone Warranty Policy/ Apple કંપની iPhone, Apple Watch રિપેર પોલિસીમાં લાવી શકે છે આ ફેરફારો

June 7, 2024June 7, 2024Mansi Panara

Technology/ પ્રથમ મેડ ઈન ઈન્ડિયા ઇલેક્ટ્રિક કાર તૈયાર, દેશની સડકો પર આટલી બધી ઝડપથી દોડશે

December 8, 2020December 8, 2020padma prajay
હીરો મોટોકોર્પ

Pride/ આ સ્વદેશી કંપનીના વેચાણના આંકડાઓ જોઈ ચોંકી જશો, માત્ર 24 કલાકમાં 1 લાખ વાહનો વેચાયા

August 18, 2021padma prajay

Technology/ શું તમે તમારી સીક્રેટ Whatsapp Chat છુપાવવા માંગો છો? તો આ ટ્રીક અપનાવો

June 5, 2021Hemangi jani
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy