Not Set/ ડબલ દરવાજા અને ઉંબરો નકારાત્મક ઉર્જાને રાખશે દૂર

  ઘરનો ઉંબરો ઘરની પ્રતિષ્ઠા, વૈભવ અને લક્ષ્ણરેખાનું પ્રતિક છે. પહેલાના સમયમાં ઘરની સ્ત્રીઓ નિયમિત રીતે ઉંબરાનું પૂજન કરતી હતી.આ પ્રથા બહુ  થોડા અંશે સચવાઈ રહી છે કારણ કે, આધુનિક ડિઝાઇનમાં આજે ઉંબરાની બાદબાકી થઈ રહી છે. જોકે વાસ્તુની દ્રષ્ટિએ જોતા ઘરનો ઉંબરો ઘણો જ મહત્ત્વનો છે.   આજે જેટલા પણ ઘર બને છે તેમાં […]

Uncategorized

 

ઘરનો ઉંબરો ઘરની પ્રતિષ્ઠા, વૈભવ અને લક્ષ્ણરેખાનું પ્રતિક છે. પહેલાના સમયમાં ઘરની સ્ત્રીઓ નિયમિત રીતે ઉંબરાનું પૂજન કરતી હતી.આ પ્રથા બહુ  થોડા અંશે સચવાઈ રહી છે કારણ કે, આધુનિક ડિઝાઇનમાં આજે ઉંબરાની બાદબાકી થઈ રહી છે. જોકે વાસ્તુની દ્રષ્ટિએ જોતા ઘરનો ઉંબરો ઘણો જ મહત્ત્વનો છે.

 

આજે જેટલા પણ ઘર બને છે તેમાં બહુ ઓછા ઘર એવા છે જેના મુખ્ય દરવાજે ઉંબરો બનાવવામાં આવે છે વળી, તે ઉંબરાની પૂજા પણ બહુ ઓછી સ્ત્રીઓ કરતી હોય છે.જો તમારા ઘરમાં ઉંબરો હોય તો નિયમિતપણે તેની પૂજા કરવી જ જોઈએ.

ઘર બનાવતી વખતે ઉંબરો હોય તેનું  ખાસ ધ્યાન રાખવું અને બીજી એગત્યની બાબત એ કે ઘરના દરવાજા સિંગલ ન હોય. મુખ્ય દ્વાર તો ડબલ દરવાજા વાળું જ હોવું જોઈએ.  તમે નોંધ્યું હશે કે મંદિરના દરવાજા ડબલ દરવાજાના જ હોય છે.

 

જો ઘરમાં ઉંબરો બનાવવામાં આવે અને ડબલ દરવાજા હોય તો નકારાત્મક અસરને રોકી શકે છે.  ઘરના ઉંબરાને  ઓળંગીને આવે તેવી વ્યવસ્થા કરવી જોઈએ.

vastu umbra poojan

ઘરના ઉંબરાને રોજ સવારે પાણીથી ધોઈને સાફ કરવો જોઈએ. કકું તથા ચોખા વડે સાથિયો બનાવીને ફૂલ ચઢાવીને નિયમિતપણે ઘરના ઉંબરાને પૂજવાથી નકારાત્મક ઉર્જાનો ઘરમાં પ્રવેશ થતો નથી.

…