આઈઆઈટી ખડગપુરનાં દિક્ષાંત સમારોહમાં અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા કેન્દ્રીય મંત્રી રમેશ પોખરીયાલે કંઈક એવું કહ્યું જે અચાનક ચર્ચામાં આવી ગયું છે. માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરીયાલનાં કહેવા પ્રમાણે, તેમા કોઈ શંકા નથી કે રામ સેતુ પ્રાચીન ભારતની એન્જિનિયરિંગનો અદભૂત નમૂનો હતો. સાથે તેમણે નીલકંઠ તરીકે પ્રખ્યાત ભગવાન શિવ પર કહ્યું કે, તેઓ ભારતની રક્ષા માટે પ્રદૂષણને સોશી લે છે.
આઈઆઈટીના કોન્વોકેશન સમારોહમાં બોલતા રમેશ પોખરીયાલે જણાવ્યું હતું કે, તેમણે યુવાનોને દેશનાં ભૂતકાળનાં સંશોધન કરવા અને તે જ્ઞાનનો ઉપયોગ લોકોનાં ભલા માટે કરવા પ્રેરિત કર્યા. તેમણે આ હેતુ માટે રાષ્ટ્રીય સંશોધન ફાઉન્ડેશન (એનઆરએફ) પાસેથી નાણાં આપવાની વાત પણ કરી. કોન્વોકેશન સમારંભમાં વિદ્યાર્થીઓને સંબોધન કરતાં પોખરીયાલે દાવો કર્યો હતો કે, “અમારા એન્જિનિયરોએ રામ સેતુ બનાવ્યો તે અંગે કોઈ મતભેદ નથી? તે બનાવવા માટે કોઈ અમેરિકા, બ્રિટન અથવા જર્મનીથી આવ્યું ન હતું.”
તેમણે કહ્યું, “ઠીક છે? મને જણાવો, શા માટે તમે મૌન છો?” તેમના આવું કહ્યા પછી ત્યાં હાજર લોકોએ નરમાઇથી તાળીઓ વગાડી. ત્યારે મંત્રીએ કહ્યું, “જ્યારે પણ આપણે આપણા ભૂતકાળની વાત કરીએ છીએ ત્યારે કેટલાક લોકો આપણા પર હાંસી ઉડાવે છે. આ બાબતો સાચી છે.”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
