ઉન્નાવ દુષ્કર્મ અને પીડિતાનાં માર્ગ અકસ્માત મામલે આરોપી ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ ભલે બહારનો રસ્તો બતાવ્યો હોય, પરંતુ કેટલાક નેતાઓ હજી સુધી તેમની તરફ સહાનુભૂતિ દાખવી રહ્યા છે. હરદોઈનાં બિલગ્રામ મલ્લાવા વિધાનસભામાંથી ભાજપનાં ધારાસભ્ય આશિષ સિંહનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં તે કુલદીપ સેંગર પ્રત્યેની લાગણી વ્યક્ત કરી રહ્યા છે.
આશિષસિંહે કહ્યું કે, ‘ભારે મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા છે, આપણા બધાનાં ભાઈ આદરણીય કુલદીપ સેંગર જી. સમયનો કાલચક્ર કહેવામાં આવશે, તેમ છતાં આપણા બધાની શુભેચ્છાઓ છે કે તેઓ મુશ્કેલીઓ સામે લડી તમારુ નેતૃત્વ કરવા પહોચશે.’
ગુરુવારે, જ્યારે સુપ્રીમ કોર્ટે ઉન્નાવ દુષ્કર્મને લગતા તમામ કેસોને ઉત્તર પ્રદેશથી દિલ્હી ખસેડવાનો નિર્ણય કર્યો ત્યારે ભાજપે દુષ્કર્મનાં આરોપી ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરને પાર્ટીમાંથી હાંકી કાઠ્યો હતો. આપને જણાવી દઇએ કે, રાયબરેલીમાં ઉન્નાવ પીડિતની કારને ટ્રકે ટક્કર મારી હતી, જેમાં પીડિતાની કાકી અને માસીનું મોત નીપજ્યું હતું, જ્યારે તે અને તેના વકીલને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ પહેલા જેલમાં બંધ ધારાસભ્ય કુલદીપ સામે કાર્યવાહી નહીં કરવા બદલ વિપક્ષી પાર્ટીઓનાં ઘણા નેતાઓએ ભાજપ પર નિશાન સાધ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, CBI એ 19 વર્ષીય ઉન્નાવ દુષ્કર્મ પીડિતાનાં અકસ્માત મામલે કુલદીપસિંહ સેંગર અને 10 અન્ય પર હત્યાનાં આરોપમાં કેસ નોંધ્યો છે. પીડિતાનાં કાકા મહેશ સિંહની ફરિયાદ પર એફઆઈઆર નોંધાઈ છે, જે હાલમાં રાયબરેલી જેલમાં બંધ છે. દુષ્કર્મ પીડિતાનાં પરિવારજનોએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે, પરિવાર પર સેંગરનાં પરિજનો સતત દબાવ મુકી રહ્યા છે. મહેશસિંહે એવો પણ આરોપ મૂક્યો હતો કે, સેંગરનો પરિવાર તેમની સામેનો કેસ પાછો નહીં ખેંચવા પર આખા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
