Ahmedabad News/ એર અક્સાની અમદાવાદ-દિલ્હી ફ્લાઇટ રદ થતાં હોબાળો

એર અક્સાની અમદાવાદ-દિલ્હી ફ્લાઇટ ટેક-ઓફના પાંચ મિનિટ પહેલા રદ થતા મુસાફરો ભડક્યા હતા અને ગુસ્સે ભરાયેલા મુસાફરોએ વળતરની માંગ કરી હતી.

Gujarat Ahmedabad Breaking News

Ahmedabad News: પેસેન્જર ફ્લાઇટની સંખ્યા વધવાની સાથે-સાથે તેને લગતી ફરિયાદોનું પ્રમાણ પણ વધતુ જાય છે. આ ઉપરાંત બસ ઓપરેટરો છેલ્લી ઘડીએ બસ રદ કરીને રઝળાવે તે રીતે એરલાઇન્સો છેલ્લી ઘડીએ પ્લેન રદ કરીને પ્રવાસીઓને રઝળાવી દેવાના કિસ્સા વધી રહ્યા છે. આવો જ કિસ્સો અમદાવાદ અને દિલ્હીની ફ્લાઇટને લઈને બન્યો હતો. એર અક્સાની અમદાવાદ-દિલ્હી ફ્લાઇટ ટેક-ઓફના પાંચ મિનિટ પહેલા રદ થતા મુસાફરો ભડક્યા હતા અને ગુસ્સે ભરાયેલા મુસાફરોએ વળતરની માંગ કરી હતી.

એર અક્સાની એર ક્યુપી-1146 ફ્લાઇટમાં આ પ્રકારનો કિસ્સો બન્યો હતો. એરલાઇન્સે પાંચ મિનિટ પહેલા ફ્લાઇટ રદ કરતાં મુસાફરો રઝળી પડ્યા હતા. તેના લીધે અકળાયેલા મુસાફરોએ એરલાઇન્સના સ્ટાફને બાનમાં લીધો હતો. આના કારણે મુસાફરોનું એરપોર્ટ પરના સુરક્ષા કર્મચારીઓ સાથે ઘર્ષણ થયું હતું. એરપોર્ટ પર મુસાફરોએ એર અક્સાની હાય-હાયના નારા લગાવ્યા હતા અને તેમને તેના બદલામાં બીજી ફ્લાઇટની ટિકિટ અથવા તો વળતર આપવામાં આવે તેવી માંગ કરી હતી.

અમદાવાદ એરપોર્ટ પર આવો કંઈ આ પહેલો જ કિસ્સો બન્યો નથી. આ રીતે હવે એરલાઇન્સો દ્વારા મુસાફરોને રઝળાવવા જાણે હવે કોઈ નવી વાત જ રહી નથી. છાશવારે આ પ્રકારની ઘટનાઓ બને છે. તેમા પણ ખાસ કરીને લો-કોસ્ટ એરલાઇન્સમાં આ પ્રકારની ઘટનાઓ વધારે બનતી હોવાનું જોવા મળ્યું છે. જાણે તેઓ લો-કોસ્ટની કિંમત આ રીતે ગ્રાહક પાસેથી વસૂલી રહ્યા હોય તેવી આ વાત છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: એર ઈન્ડિયાની ડોમેસ્ટિક ફ્લાઈટ્સ 7 દિવસ માટે આ કારણથી રદ્દ, આંતરરાષ્ટ્રીય ફલાઇટમાં પણ ફેરફાર

આ પણ વાંચો: ફ્લાઇટ કેન્સલ થઇ અને મહિલા બની ગઇ કરોડપતિ, જાણો કેવી રીતે

આ પણ વાંચો: સુરતમાં હવાઈ સેવાને કોરોનાનું લાગ્યું ગ્રહણ , મુસાફરો ઘટતાં 13 દિવસમાં 3 ફલાઇટ થઈ રદ , ચેન્નાઇની 3 અને જયપુરની 1 ફ્લાઇટ કેન્સલ, 30 એપ્રિલ સુધી ઇન્ટરનેશનલ ફ્લાઇટ રદ્