sports news/ 23 બોલમાં ફિફટી ફટકારી વૈભવે કેમ બનાવ્યું ‘A’ સાઇન? રહસ્ય ખોલતા ફેન્સ થયા ભાવુક

IPL 2026 માં લખનૌ સામે માત્ર 23 બોલમાં અડધી સદી ફટકારનાર રાજસ્થાન રોયલ્સના યુવા બેટર Vaibhav Suryavanshiએ આંગળીઓથી ‘A’ નું ચિહ્ન બનાવી સેલિબ્રેશન કર્યું હતું. તેની માતા આરતી સૂર્યવંશી સાથે જોડાયેલું આ ભાવુક રહસ્ય વાંચો મંતવ્ય ન્યૂઝ પર.

Trending Politics
Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi A Celebration: આઈપીએલ 2026 (IPL 2026) ની રોમાંચક મેચો વચ્ચે રાજસ્થાન રોયલ્સના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ (Vaibhav Suryavanshi) ક્રિકેટ જગતમાં ભારે સનસનાટી મચાવી દીધી છે. 19 મેના રોજ લખનૌ સુપર જાયન્ટ્સ સામે રમાયેલી મેચમાં વૈભવે માત્ર 23 બોલમાં વિસ્ફોટક અડધી સદી ફટકારીને બધાને ચોંકાવી દીધા હતા. જો કે, આ મેચમાં તેની તોફાની બેટિંગની સાથે સાથે તેના એક અનોખા સેલિબ્રેશને સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી છે. ફિફટી પ્લસ રન બનાવ્યા બાદ વૈભવે પોતાની આંગળીઓથી હવામાં ‘A’ નું ચિહ્ન બનાવીને ખાસ ઉજવણી કરી હતી, જેનું અસલી કારણ હવે સામે આવ્યું છે.

Vaibhav Suryavanshi

શરૂઆતમાં એક્સપર્ટ્સ પણ ખાપ ખાઈ ગયા

લાઈવ મેચ દરમિયાન વૈભવે જ્યારે આંગળીઓ વડે ‘A’ સાઇન બનાવ્યું, ત્યારે ક્રિકેટ કોરિડોરમાં એવી અટકળો શરૂ થઈ ગઈ હતી કે કદાચ ઇન્ડિયા ‘A’ ટીમમાં તેની પસંદગી થવાને કારણે તેણે આ ઇશારો કર્યો હશે. મેચ પૂરી થયા બાદ પ્રેઝન્ટેશન સેરેમની દરમિયાન પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર મુરલી કાર્તિકે (Murali Kartik) જ્યારે વૈભવને આ સેલિબ્રેશનનો અર્થ પૂછ્યો, ત્યારે તેણે વાતને ટાળી દીધી હતી અને કહ્યું હતું કે આ માત્ર આકસ્મિક હતું અને તેનો કોઈ ખાસ અર્થ નથી.

 

View this post on Instagram

 

A post shared by Rajasthan Royals (@rajasthanroyals)

મેનેજર સામે ખુલ્યું માતા પ્રત્યેના પ્રેમનું ભાવુક રહસ્ય

જો કે, આ રહસ્ય પાછળનું સત્ય કંઈક અલગ અને ફેન્સની આંખોમાં આંસુ લાવી દે તેવું ભાવુક હતું. મેચ પૂરી થયા બાદ રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) ના મેનેજર રોમી ભિંડર સાથેની એક ખાસ અને અંગત વાતચીતમાં વૈભવે આ રહસ્ય પરથી આખરે પડદો હટાવ્યો હતો.

વૈભવે જણાવ્યું કે, “મારી માતાનું નામ ‘A’ અક્ષર પરથી શરૂ થાય છે, આ ખાસ સેલિબ્રેશન મેં ટ્રોપીઓ કે ટીમ માટે નહીં પરંતુ મારી વ્હાલી માતા માટે કર્યું હતું.” વૈભવ સૂર્યવંશીની માતાનું નામ આરતી સૂર્યવંશી (Aarti Suryavanshi) છે. તે પોતાની માતા વિશેની વાતો સાર્વજનિક પ્લેટફોર્મ પર વધુ શેર કરવા માંગતો ન હોવાથી તેણે લાઈવ ટીવી પર મુરલી કાર્તિક સામે આ પ્રશ્નનો જવાબ આપવાનું ટાળ્યું હતું.

મોટા ભાઈએ શેર કરી હૃદયસ્પર્શી પોસ્ટ(Vaibhav Suryavanshi)

લખનૌ સામે વૈભવની(Vaibhav Suryavanshi) આ શાનદાર અને મેચ વિનિંગ ઇનિંગ જોઈને તેના પિતા ગર્વથી ગદ્ગદિત થઈ ગયા હતા. વૈભવના મોટા ભાઈ ઉજ્જવલ સૂર્યવંશીએ (Ujjwal Suryavanshi) ઇન્સ્ટાગ્રામ પર એક અત્યંત હૃદયસ્પર્શી પોસ્ટ શેર કરીને પોતાના પરિવારના સંઘર્ષને યાદ કર્યો હતો. તેણે લખ્યું કે, “પિતાની મહેનત ક્યારેય વ્યર્થ જતી નથી, અને હવે તે વૈભવ સૂર્યવંશીના પ્રદર્શનના રૂપમાં આખી દુનિયા સામે ચમકી રહી છે.” આ અદભુત ઇનિંગથી પિતાની છાતી ગર્વથી ફૂલી ગઈ હોવાનું પણ તેના ભાઈએ જણાવ્યું હતું.

હવે પ્લેઓફની રેસ માટે મુંબઈ ઇન્ડિયન્સ સામે ટક્કર

વૈભવ સૂર્યવંશીની(Vaibhav Suryavanshi) આ સનસનાટીભરી બેટિંગના કારણે રાજસ્થાન રોયલ્સની પ્લેઓફ (IPL Playoffs) માં પહોંચવાની આશા હજુ પણ જીવંત રહી છે. જોકે, વૈભવ (Vaibhav Suryavanshi) અને રાજસ્થાનની ટીમ સારી રીતે જાણે છે કે હજુ અસલી પડકાર બાકી છે. પ્લેઓફની ટિકિટ સત્તાવાર રીતે કન્ફર્મ કરવા માટે હવે રાજસ્થાન રોયલ્સે પોતાની આગામી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ (Mumbai Indians) ના કઠિન પડકારનો સામનો કરવો પડશે.


આ પણ વાંચો: મુંબઈ ઇન્ડિયન્સના કોચ પોલાર્ડને અભદ્ર ભાષા વાપરવી ભારે પડી, જાણો શું છે સમગ્ર વિવાદ

આ પણ વાંચો: ઇન્ડિયા A ટીમની જાહેરાત, 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી અને તિલક વર્મા બન્યા કેપ્ટન

આ પણ વાંચો:લખનઉએ ચેન્નઈની પ્લેઓફની આશાઓ પર ફેરવ્યું પાણી, સ્લો ઓવર રેટ બદલ કેપ્ટન પંત દંડાયો